Friday, 29/03/2024
Dark Mode

સંજેલી બજારમાં પીકઅપ સ્ટેશન કે બસ સ્ટોપની ફાળવણી કરવા ગ્રામજનોની માંગ સાથે આવેદનપત્ર.

August 10, 2021
        1042
સંજેલી બજારમાં પીકઅપ સ્ટેશન કે બસ સ્ટોપની ફાળવણી કરવા ગ્રામજનોની માંગ સાથે આવેદનપત્ર.

કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી બજારમાં પીકઅપ સ્ટેશન કે બસ સ્ટોપ ની ફાળવણી કરવા ગ્રામજનોની માંગ સાથે આવેદનપત્ર.

સંજેલી તા.10

સંજેલી મુખ્ય બજારમાં જૂના બસ સ્ટેશન પર પીકઅપ સ્ટેન્ડની ફાળવણી કે  એસટી બસોનું સ્ટોપેજ આપવા સંજેલી વેપારી એસોસિએશન સહિત તાલુકાના નાગરિકોની માગ સાથે ગોધરા ડીસી ને આવેદનપત્ર આપ્યું.

નવરચિત સંજેલી તાલુકો બનતા તાલુકાનાં નાગરીકોને વિવિધ સુવિધાઓ મળી રહે તેવા શુભ આશયથી બનાવેલા નવીન બસ સ્ટેશન ની તારીખ સાત મી ને શનિવાર ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ એ ઇ- લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતુ વર્ષોથી ગામની મધ્યમાં આવેલ બસ સ્ટેશન પર અચાનક બસોની અવર જવર બંધ થઇ જતા ચકલા ઉડવા માંડ્યા તેમજ નવીન બસ સ્ટેશન ગામથી દૂર હોય જેથી ગામના નાગરિકો અને બહારથી વેપાર ધંધો રોજગાર કરવા આવતા લોકોને અગવડો ઉભી થવા પામી છે.તેમજ રાત્રિ સમય દરમ્યાન મુસાફરોને પોતાના ઘર સુધી જવામાં મુશ્કેલી અને લૂંટ કે અન્ય બનાવો બનવા ની શક્યતાઓ પણ નકારી ન શકાય લાંબા સમય થી ચાલતી વડોદરા કે બીજી કોઈ બસ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એટલે કે અંધારાના સમયમાં સંજેલી થી વડોદરા માટે જતી હોય છે ત્યારે આવા  સમયે કોઈ મહિલા આટલા દુર બસ સ્ટેશન પર કઈ રીતે જઈ શકે રાત્રી જોખમ ખેડવાનો મહિલાઓને ભય . ત્યારે એમ કહી શકાય કે સંજેલી જુના બસ સ્ટેન્ડ પર આજે પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં ઘરડા વ્યક્તિઓ ને પણ ચાલવા માટે તકલીફ પડતી હોય છે ત્યારે આટલા દુર બસ સ્ટેશન થી બજાર વિસ્તાર અને દવાખાના અંતર કાપવું એતો માત્ર વિચારવું જ રહ્યું .

સંજેલી મેન બજાર એટલે કે જૂના બસ સ્ટેન્ડ નજીક જ હાલમાં સરકારી નવી બિલ્ડીંગ શરૂ થઈ છે ત્યારે સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર ની સગર્ભા મહિલાઓ સહિત ના લોકો પોતાની નિશુલ્ક  અને સારી સારવાર માટે સંજેલી સરકારી દવાખાને આવા માટે બસનો પણ ઉપયોગ કરતા હતા ત્યારે હવે કોઈ બીમાર દર્દી ને સારવાર કરાવવા માટે આવું હોય તો નવા બસ સ્ટેશન થી આટલે દૂર સરકારી દવાખાને પહોંચે તે પણ એક મુશ્કેલ સમાન ગણાય  .

ત્યારે જુના સ્ટેશન વિસ્તાર વેપારી મથકની નજીક છે અને આજુ બાજુના લોકો વર્ષોથી આ વિસ્તારમાં અવર જવર નો ઉપયોગ કરે છે જેથી નાગરિકોની જરૃરીયાત મુજબની માંગણીને ધ્યાને લઈ જૂના બસ સ્ટેશનવાળી જગ્યા પર પીકઅપ સ્ટેન્ડ ફાળવવા કે સ્ટોપેજ આપવા તાલુકા સહિત ગામ લોકોની માંગણીને ધ્યાને લઇ વેપારી એસોસિએશનના પ્રમુખ ડિમ્પલ દેસાઈ અને વેપારી દ્વારા   ગોધરા ડીવીઝન કંટ્રોલરને આવેદનપત્ર પત્ર આપી માંગ કરવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!