
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
હિરોલા મુકામે જલસ્ત્રાવ વિકાસ નિધિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
લાભાર્થીઓની એક દિવસની તાલીમ માં કુલ 60 લાભાર્થીઓએ ભાગ લીધો.
સંજેલી તા.08
સંજેલી તાલુકાના હિરોલા મુકામે જલ સ્ત્રાવ કાર્યક્રમ ગ્રામજનોની જાગૃતિ અંગે તાલીમ આપવામાં આવી.જેમાં ગ્રામ જળસ્ત્રાવ વિકાસ સમિતિ પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરોક્ત તાલીમમાં વિજયભાઈ દ્વારા જળ સ્ત્રાવ કાર્યક્રમ ની વિગતવાર સમજણ આપવામા હતી,
તેમજ જળસ્ત્રાવ કાર્યક્રમમાં કયા કયા કાર્યો કરવા અને થયેલા કામનું કેવી રીતે સંભાળ રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી, જળ સ્ત્રાવ કાર્યક્રમ અંતર્ગત ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું સૂચન કરવામાં આવ્યું. ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત જળ ,જમીન, જંગલ, જાનવર અને જન નો વિકાસ ને આવરી લેવામાં આવે છે તથા સામાજિક કાર્યક્રમો પણ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે તેની જાણકારી આપવામાં આવી હતી.
હિરોલા ગામના તલાટી મનીષાબેન તરફથી પણ સામાજિક સ્કીમ વિશે જાણકારી આપવામાં આવી તથા હાલ સરકાર તરફથી જે વિમાની યોજના ચાલે છે જે માટે પોસ્ટ ઓફિસ ની નિયુક્ત કરેલ છે તો દરેકને આ એકાઉન્ટ ખોલવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેથી અચાનક આવી પડેલા દુઃખથી ઘરને આર્થિક ટેકો મળી શકે તેમ જ મનિષાબેન તરફથી લોકોને આયુષ્માન ભારત કાર્ડ દરેક કુટુંબના લોકોએ કઢાવી લેવું જોઈએ તેવું ભારપૂર્વક
જણાવવામાં આવ્યું. તેમજ તાલીમમાં 60 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો તાલીમના અંતે સર્વે લાભાર્થીઓને શાંતિપૂર્વક તાલીમ યોજી અને માર્ગદર્શન પૂરું પાડ્યું.