Wednesday, 16/06/2021
Dark Mode

દાહોદ:રાજસ્થાનમાં બે દિવસથી વેક્સીનેશન બંધ હોવાથી 30 લોકોએ 12 હજાર નો ભાડુ ખર્ચ કરી ગુજરાત આવી વેક્સીન લીધી…

June 7, 2021
        545
દાહોદ:રાજસ્થાનમાં બે દિવસથી વેક્સીનેશન બંધ હોવાથી 30 લોકોએ 12 હજાર નો ભાડુ ખર્ચ કરી ગુજરાત આવી વેક્સીન લીધી…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.09

ગુજરાતના દાહોદના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનશ બંધ હોવાથી વિદેશ જવા ઇચ્છુક લોકો મુંઝવણમાં મુકાયા છે .વિદેશમાં કોવિડશિલ્ડને જ માન્યતા હોવાથી હવે આ લોકોએ ગુજરાત તરફ ડોળો ફેરવ્યો છે .હજારો રૂપિયાનો ખર્ચ કરીને આવા લોકો 100 કિમી દૂર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે .રવીવારે 12 હજાર રૂપિયાના ખર્ચીને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી દાહોદના સંજેલી આવેલા 30 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો .

ડુંગરપુરથી ગુજરાત રસી લેવા આવ્યા હતા.

દાહોદ જિલ્લાના સંજેલી CHC માં રવીવારના રોજ વેક્સિનેશનની કામગીરી ચાલુ હતી. ત્યારે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાગવાડાથી આવેલા મહિલા પુરૂષોના ટોળાએ વેક્સિન લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનેશન બંધ હોવાથી ગુજરાતમાં સ્લોટ બુક કરાવી વેક્સીન મુકાવી હતી.રાજસ્થાનથી ગુજરાત આવેલા 30 જેટલાં લોકો દક્ષિણ દેવા આવ્યા હતા. આ તમામને વિદેશ જવાનું હોવાથી કોવિડશિલ્ડ વેક્સિન મુકાવવાની હોવાથી તેઓ અહીં આવ્યા હતાં . વિદેશ જવા ઇચ્છુક 18 થી 44 વર્ષની વય ધરાવતી 21 મહિલા,8 પુરૂષ અને તેમની સાથે આવેલા ગાડીનો ડ્રાઇવર મળીને 30 લોકોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમામને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

 વેક્સીન લેવા આવવા માટે ત્રણ ગાડી ભાડે કરી હતી

રવીવારના રોજ સંજેલી CHC માં કુલ 44 લોકોનું રસીકરણ નોંધાયુ હતુ . જેમાંથી 30 લોકો સંજેલીથી 100 કિમી દુર સાગવાડાના હતાં. આ 30 લોકો ચાર ગાડી લઇને સંજેલી આવ્યા હતાં .જેમાંથી ત્રણ ગાડી તો તેમણે ભાડે કરી હતી . ગુજરાતના સંજેલીમાં મફતમાં રસી મુકાવવા માટે વિદેશ જવા ઇચ્છુક રાજસ્થાનના આ લોકોએ 12 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો . દાહોદ જિલ્લામાં હાલમાં પણ વેક્સિન લેવા પ્રત્યે ઉદાસિનતા રાખતા લોકો માટે આ બોધ સમાન કિસ્સો છે .

 રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનેશન બંધ છે

ઉદેપુર , ડુંગરપુર અને બાંસવાડામાં બે દિવસથી વેક્સિનેશન બંધ છે અને હજી બંધ રહેશે તેવુ સંભળાઇ રહ્યું છે . સંજેલી ક્યાં આવ્યું તે પણ અમને ખબર ન હતી .કોવિડશિલ્ડનો સ્ટોક હોવાનું અમે ઓનલાઇન જોયું હતું . જેથી અમે અને સમાજના વિદેશ જવા ઇચ્છુક લોકો વેક્સીન લેવા અહીં આવ્યા હતાં.ત્યારે સાગવાડાથી ચાર ગાડી લઇને સંજેલી આવ્યા હતાં . તેમાંથી ત્રણ ગાડી ભાડે કરી હતી . અમને બધાને અંદાજે 12 હજાર રૂપિયાનો ખર્ચ થયો.અમારે બધાને ગલ્ફ કન્ટ્રીમાં જવાનું છે .જોકે રાજસ્થાન જથ્થો ઉપલબ્ધ હોવાથી 30 ને પ્રથમ ડોઝ આપ્યો રાજસ્થાનના સાગવાડા આરોગ્ય કેન્દ્રમાં કોવિડવેક્સિન સામે કો વેક્સીન ઉપલબ્ધ હોવાથી વિદેશ જનાર લોકોને કોવિડવેક્સિનને માન્યતા હોઇ સંજેલી આરોગ્ય કેન્દ્રમાં જથ્થો ઉપલબ્ધ ને લઈ 30 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાનું સીએસસીના અધિક્ષક યું સી લોહરાએ જણાવ્યું હતું.

ગાડીના રાજસ્થાથાની ચાલકે પણ રસી મુકાવી

સંજેલીમાં વેક્સિનન માટે આવેલા લોકોની ગાડી હંકારી સંજેલી લાવનાર સાગવાડાના 30 વર્ષિય મોહસીન મકરાણીએ પણ વેક્સિન લેવા માટેનો રાજસ્થાની ચાલકે પણ રસી મુકાવી સંજેલીમાં વેક્સિનન માટે આવેલા લોકોની ગાડી હંકારી સંજેલી લાવનાર સાગવાડાના 30 વર્ષિય મોહસીન મકરાણીએ પણ વેક્સિન લેવા માટેનો રસ દાખવ્યો હતો . જેથી તેનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને મોહસીનને પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો . મોહસીનને વિદેશ નથી જવાનું પરંતુ વેક્સિનની મહતા સમજાતા તેણે આ નિર્ણય લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!