*સુખસરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું*

સુખસરતા 25

સુખસરમાં અનંત ચતુર્દસીના પાવન પર્વ નિમિત્તે દસ દિવસ સુધી ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરાયેલ ગણપતિ બાપાને ભાવિક ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી.સુખસર નગર તેમજ તાલુકાના વિવિધ સ્થળોએ સ્થાપિત કરાયેલ ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

     સુખસર નગરમાં દસ દિવસ દરમ્યાન ગણેશજીની આરતી,પ્રસાદ તથા વિવિધ ભોગ ધરાવીને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પુંજા અર્ચના કરી હતી. અનંત ચતુર્થીના દિવસે ડી.જે ના તાલે તથા”ગણપતિ બાપ્પા મોરિયા” ના જય ઘોષ સાથે ભવ્ય વિસર્જન યાત્રા યોજાઇ હતી.વિસર્જન યાત્રા સુખસર નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નીંદકા પૂર્વ તળાવ ખાતે પહોંચી હતી.

વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડે હતા ડી.જે ના તાલે ભક્તો નાચતા ગાતા અને “ગણપતિ બાપા મોરિયા” ના જય ધોષ સાથે શ્રીજીને વિદાય આપી રહ્યા હતા યાત્રા દરમિયાન ગુલાલની છોળો અને પુષ્પ વર્ષા વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ગણેશ વિસર્જનને લઈને સુખસર પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરના વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. સુખસર પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વિસર્જન યાત્રા દરમ્યાન તકેદારી રાખવામાં આવી હતી. પોલીસની સતર્ક કામગીરી અને ગણેશ યુવક મંડળનો સાથ સહકારથી ધાર્મિક માહોલના પગલે ગણેશ વિસર્જનનો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

Share This Article