દાહોદના ભીતોડી-૧ ખાતે રૂપિયા ૧૨ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે લોકાર્પણ*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*દાહોદના ભીતોડી-૧ ખાતે રૂપિયા ૧૨ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે લોકાર્પણ*

સુખસર,તા.25

  દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ભીતોડી-૧ ના તળગામ ફળિયામાં રૂ. ૧૨ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવીન આંગણવાડી ભવનનું મંત્રીશ્રી રમેશભાઈ કટારાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ આંગણવાડીના બાળમિત્રો, કાર્યકરો, તેડાગર બહેનો તેમજ ગામની કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો સાથે જ મંત્રીશ્રીએ આંગણવાડીમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પૂરી પાડવામાં આવતી સુવિધાઓની વિગતો મેળવી હતી.

       આ લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ CDPO અને આંગણવાડી કાર્યકરો સાથે વિશેષ બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી ખાસ કરીને બાળકોના પોષણ સ્તરને સુધારવા માટે આપવામાં આવતા પૌષ્ટિક આહાર અને બનાવવામાં આવતી વિવિધ વાનગીઓ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Share This Article