બાબુ સોલંકી :- સુખસર
*કદવાલ લોકેશનની 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા પ્રમાણિકતા દાખવવામાં આવી*
*108 એમ્બ્યુલન્સમાં દર્દીના રહી ગયેલ રૂપિયા 2900 પરત કરાયા*
સુખસર,તા.25
ઝાલોદ તાલુકાના કદવાલ લોકેશનની 108 એમ્બ્યુલન્સને કોલ મળતા 108 ના કર્મચારીઓ તાત્કાલિક મેલણીયા ગામે પહોંચ્યા હતા.જ્યાં દર્દીને લઈ દવાખાનામાં ગયા હતા.ત્યારે દર્દીની શરત ચૂકથી નાણા એમ્બ્યુલન્સમાં રહી ગયા હતા. જેની દર્દી દ્વારા 108 ના કર્મચારીને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળેલ માહિતી મુજબ ઝાલોદ તાલુકાના મેલણીયા ગામના લબાના સુમિત્રાબેન રાજેશભાઈ નાઓને શારીરિક તકલીફ થતા તેની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી.ત્યારે કદવાળ લોકેશનની 108 એમ્બ્યુલન્સના ઇએમટી રીનાબેન કટારા તથા પાયલોટ કૃષ્ણરાજભાઈ નાઓ તાત્કાલિક મેલણીયા ગામે જઇ સુમિત્રાબેનને દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ શરત ચૂક થી દર્દીના નાણાં એમ્બ્યુલન્સમાં જ રહી જવા પામ્યા હતા.ત્યારે તેઓએ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા ઈએમટી તથા પાયલોટ ને જાણ થઈ હતી.ત્યારબાદ એમ્બ્યુલન્સ માંથી નાણા મળી આવતા ઈ મ.એમ.ઈ ચેતનભાઇ વણકરના માર્ગદર્શન હેઠળ મળી આવેલ દર્દીના નાણા સહી સલામત પરત સોંપવામાં આવ્યા હતા.આમ કદવાલ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
