Tuesday, 15/06/2021
Dark Mode

સંજેલી તાલુકાના જસુણી ગામે છોકરી ભગાડી ગયા બાદ નિકાલ થયેલા પૈસાની બાબતે યુવતીના પરિવારજનોએ યુવકની મકાઈની રાડ તેમજ મકાન સળગાવી એક ને ફટકાર્યું…

June 6, 2021
        502
સંજેલી તાલુકાના જસુણી ગામે છોકરી ભગાડી ગયા બાદ નિકાલ થયેલા પૈસાની બાબતે યુવતીના પરિવારજનોએ યુવકની મકાઈની રાડ તેમજ મકાન સળગાવી એક ને ફટકાર્યું…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

સંજેલી તાલુકાના જસુણી ગામે છોકરી ભગાડી ગયા બાદ નિકાલ થયેલા પૈસાની બાબતે યુવતીના પરિવારજનોએ યુવકની મકાઈની રાડ તેમજ મકાન સળગાવી એક ને ફટકાર્યું

દાહોદ તા.6

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જસુણી ગામે યુવક છોકરી ભગાડી ગયા બાદ તેનો પંચ રહે નિકાલ થયો હતો અને આ નિકાલમાં પૈસા આપવાની વાત થઈ હતી યુવકના પરિવારજનો દ્વારા નક્કી કરવામાં આવેલ નાણા પૈકી અડધા નાણાં યુવતીના પરિવારને આપી દીધા હતા અને અડધા ના બાકી રહેતા અને બે વર્ષનો સમયગાળો વીતી જતા આ સંબંધે યુવતીના પરિવારજનો દ્વારા યુવકના ઘરે આવી બેફામ ગાળો બોલી મકાઈની રાડ તેમજ ઘર આખું સળગાવી એક ને માર મારતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

 

જસુણી ગામેથી ભેદી ફળિયામાં રહેતા લલ્લુભાઈ રાયસીંગભાઈ ભેદીનો નાનો ભાઈ પ્રવીણ પોતાના જ ગામમાં રહેતા ભરતભાઈ ગલાભાઈ ડામોરની પુત્રી ને 2 વર્ષ પહેલાં પત્ની તરીકે રાખવા ભગાડી લઈ આવ્યો હતો. આ મામલે રાહે નિકાલ કરવામાં આવ્યો હતો અને યુવતીના પરિવારજનોને નાણાં આપવાનું નક્કી થયું હતું. આ સમયગાળા દરમિયાન યુવકના પરિવારજનો દ્વારા અડધા પૈસા આપી દીધા હતા અને અડધા પૈસા બાકી હતા આ બાબતની અદાવત રાખી યુવતીના પરિવારજનોમાંથી તેના પિતા ભરતભાઈ, પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ખરાડી અને વિનોદભાઈ મનજીભાઈ ડામોર ગત તારીખ ૪ જૂનના રોજ લલ્લુભાઈ ના ઘરે આવ્યા હતા અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, પૈસા કેમ આપતો નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ લલ્લુભાઈ ને ગડદાપાટુનો માર માર્યો હતો અને તેઓના મકાઈની રાડમાં દીવાસળી ચાંપી તેમજ લલ્લુભાઈના ઘર અને પણ સળગાવી દઇ ભારે નુકસાન કરી ધિંગાણું મચાવતા અને મારી નાખવાની ધમકી આપતા આ સંબંધે ઇજાગ્રસ્ત લલ્લુભાઈ રાયસીંગભાઈ ભેદી દ્વારા સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!