
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના વાંસિયા ગ્રુપ ગ્રામ પંચાયત ના વિકાસના કામો માં થયેલી ગેરરીતી ની તપાસ અંગે રજૂઆત.
મનરેગા,નરેગા, નાણાંપંચ, એટીવીટી અને ધારાસભ્ય ની ગ્રાન્ટ માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત.
સંજેલી તા.23
સંજેલી તાલુકાના વાસિયા ગ્રુપ ગ્રામ પંચાયત માં થયેલ વિકાસ ના કામો છેલ્લા સાત વર્ષમાં થયેલા ATVT NRG MLA નાણાપંચ સહિત વિકાસના કામોમાં થયેલા કામો ની ગેરરીતિ ની તપાસ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆત કરતા ખળભાટ મચી જવા પામ્યો છે.
સંજેલી તાલુકાની વાસિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ઢાલસીમળ ગામે કરવામાં આવેલ વિકાસ ના કામો ખાલી કાગળ પર કરવામાં આવ્યા છે.અને તે કામો માં પૈસા બારોબાર કર્મચારીઓ અને એજન્ટો ની મીલીભગત થી ઉપાડી લેવામા આવ્યા છે. ભીલવાળ ખુમાનભાઈ ભુરાભાઈ ના નામનો ચેક વોલ ના કુલ ૨,૨૨,૧૦૨ રૂપિયા, બામણીયા મનસુખભાઈ ફતાભાઈ ચેક વોલ ના ૨,૨૪,૦૫૪ રૂપિયા અને પારગી સમસુભાઈ ચોખલાભાઈ ના ૧,૬૪,૪૪૬ એમ આ લોકો ના સર્વે નંબર માં બારોબાર કામો બોલાવી ને મોટી ભ્રષ્ટાચાર કર્યા અંગે સંજેલી પોલીસ મથકે પણ અરજી કરવામાં આવી છે.આ લાભાર્થી ની જાણ બહાર બારોબાર પૈસા ઉપાડી લેવામા આવ્યા છે.અને આ ભ્રષ્ટાચાર અંગે રણજીતસિંહ વસૈયા અને કયુમકુમાર પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ માં આ નિર્દોષ લાભાર્થી ને ન્યાય અપાવવા માટે અરજી કરવામાં આવી છે.જેના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.