બાબુ સોલંકી:- સુખસર
સાગટાળાના નિવૃત્ત શિક્ષક પ્રભાતસિંહ સુથારનું સન્માન કરવામાં આવ્યું
સુખસર,૧૬
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના સાગટાળ ડભવા ગામના વતની અને બારમહુડી-સાગટાળામાં સતત શિક્ષક તરીકે અને આચાર્ય તરીકેની ફરજ બજાવી વય નિવૃત્તિ મેળવનાર શિક્ષક પ્રભાતસિંહ ગોપસિંહ સુથારનું ધી બારીયા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળી દ્વારા સન્માન કરવામાં આવ્યું.
તેમના આ સન્માનમાં મંડળીના પ્રમુખ,મંત્રી તેમજ વિવિધ હોદ્દેદારો અને અન્ય નિવૃત્ત શિક્ષકો અને કાર્યરત શિક્ષકો દ્વારા પણ તેમને વધાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે તેમના પરિવારના સદસ્યશ્રીઓ અને તેમના પુત્ર ડૉ.સુનિલ સુથાર, અધ્યાપક માલવણ આર્ટ્સ કોલેજ, મહીસાગર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.અને ડૉ.નરેશ વણઝારાએ શુભેચ્છા પાઠવી હતી.