નવીન સીકલીંગર :- પીપલોદ
દેવગઢ બારીયા તાલુકાનાં પંચેલા નજીક લીમખેડા – અમદાવાદ જતી બસ રોડની સાઈડમાં ખાડામાં ઉતરી: મુસાફરોનો આબાદ…
પિપલોદ તા.૦૩
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. તેમાંય વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે અકસ્માતોના બનાવવામાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આવો જ એક બનાવ દેવગઢબારિયા તાલુકાના પીપલોદ નજીક પંચેલા ગામે બનવા પામ્યો હતો જેમાં જુના હાઇવે ઉપર લીમખેડા થી મુસાફરો ભરી અમદાવાદ તરફ જતી ખાનગી બસના વાહન ચાલકે પોતાના કબજા હેઠળની જી.જે.૨૦-૯૬૯૪ નંબર ની ખાનગી લક્ઝરી બસમાં ખીચોખીચ ભરેલા પેસેન્જર ભરી રવાના થયો હતો ત્યારે રસ્તામાં બસને અચાનક સ્ટેરીંગના રોડની સાથે જોઈન્ટ આવેલા ગુટકો અચાનક તૂટી જતા ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડથી નીચે ખાડામાં ખાબકી હતી જો બસ બાવળના ઝાડ સાથે અથડાઈ ન હોત તો તો ખૂબ મોટો અકસ્માત સર્જાતો જોકે સદનસીબે કોઈને પણ નાની મોટી કે જાનહાનિ બનવા પામી નહોતી. જોકે મુસાફરો ભરેલી ખાનગી લક્ઝરી બસ ખાડામાં ઉતરી જતા બસમાં સવાર મુસાફરો બારીમાંથી નીકલ્યાં હતાં. જોકે મુસાફરોમાં નાના નાના બાળકોનો પણ સમાવેશ થતા લોકો ગભરાયેલા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જો બસ બાવળના ઝાડ સાથે ટકરાતીતો મોટો અકસ્માત સર્જાતો જેવો સ્થળ પર જોવા મળી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને કાર્યવાહીમાં જોતરાઈ હતી.