
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
પીપલોદ ગામે નવીન ઓવરબ્રીજ મંજુર થતા ધંધા રોજગાર સહીત જનતાને હાલાકી વેઠવાનો આવશે વારો
કોરાના મહામારી બાદ વેપારીઓ અને પ્રજા ની હાલત કફોડી બની છે ત્યારે આ બ્રિજ બનશે તો વેપારીઓ ઉપર પડશે માઠી અસર
પીપલોદ ગામના સ્થાનિક દ્વારા આ બ્રિજ રદ કરવા કરાઇ લેખીત મૌખીક રજુઆત
રેલવે બ્રિજ બને તો શ્રમજીવીઓ ની આજીવિકા છીનવાશે આ અંગે કરી લેખીત રજુઆત
પીપલોદ ગામે રેલવે ઓવરબ્રિજ બનવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓને થતુ નુકશાન
દાહોદ તા.26
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાંજે ઓવર બ્રિજ બની રહ્યો છે જે અનુસંધાને આજરોજ સવારના 08:00 કલાકે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબને પીપલોદ ગામના રહીશો તેમજ વેપારીઓ રજૂઆત કરવા ગયા હતા. જેમાં ભરતભાઇ ભરવાડ , સરદાર સાહેબ, બુધાભાઈ પટેલ , ડોક્ટર વિપુલ ચૌહાણ, અમિત નાથાણી, મદનભાઈ વણઝારા, દીપસિંહભાઈ પટેલ વિગેરે અગ્રણીઓએ ઓવરબ્રિજ વિશે રજૂઆત કરી હતી અને પીપલોદ બજારમાં ઓવર બ્રીજનું નિર્માણ થવાથી ઘણા ખરા વેપારીઓની દુકાનો તથા મકાનો ને નુકસાન થાઈ છે. બ્રિજ બનવાથી પીપલોદ ગામના બે ભાગ પડતા હોય એવુ થશે. વેપાર-ધંધામાં ખૂબ મોટું નુકસાન થાય તેમ છે, બંને બાજુ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ આવેલી છે, બાળકોને પણ અવર જવરમાં તકલીફ ઉભી થાય તેમ છે. જેથી આ બ્રિજને બજારમાંથી કેન્સલ કરી અન્ય જગ્યાએ બનાવવામાં આવે અથવા અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવે તેવી સાંસદ શ્રી ભાભોર સાહેબને રજૂઆત કરી હતી. જેથી સાંસદ શ્રી નાઓએ સત્વરે રતલામ મંડળના ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓને ટેલીફોનીક સંપર્ક કરી બુધવારના રોજ 10:00 કલાકે સ્થળ પર હાજર રહેવા તથા સમીક્ષા કરી યોગ્ય ઘટતું કરવા સુચના આપી છે.