Tuesday, 19/03/2024
Dark Mode

સોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

June 8, 2021
        2049
સોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો  જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

સોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો

જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

ન્યુ દિલ્હી,તા.૭

કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલ સામાન્ય જનતાને સોમવારો આકરો ઝટકો લાગ્યો છે. રવિવાર બાદ સોમવારે પણ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલના ભાવોમાં ૨૪-૨૮ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવોમાં ૨૬-૨૮ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. જ્યારે રવિવારે આખા દેશમાં પેટ્રોલના ભાવમાં ૨૬-૨૭ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ૨૯-૩૧ પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે નવી કિંમતો રોજ સવારે ૬ વાગે જારી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૨૫-૩૦ સુધીનો વધારો થયો છે. આજે દિલ્લીમાં પેટ્રોલના રેટ ૨૮ પૈસા પ્રતિ લિટર વધ્યા છે. વળી, ડીઝલના રેટ ૨૭ પૈસા પ્રતિ લિટર વધ્યા છે. ઉલ્લેખનીય છે કે ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદથી ૨૧મી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે જેમાં ૧૬ વાર એકલા મે મહિનામાં જ વધ્યા છે.

સતત વધી રહેલા ભાવોના કારણે પેટ્રોલ અત્યાર સુધી ૪.૭૧ રૂપિયા અને ડીઝલ ૫.૧૭ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. ભારતમાં આજે સૌથી વધુ મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મળી રહ્યુ છે જ્યાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવ ૧૦૫ રૂપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે ૧૩૫ જિલ્લામાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ચૂક્યા છે.

૧ જૂનથી ૬ જૂનથી વચ્ચે ત્રણ વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. રવિવાર પહેલા ૪ જૂન શુક્રવાર અને ૧ જૂન મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા. આમ આ મહિનામાં ૭ દિવસમાં ૪ વાર ઈંધણના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

પેટ્રોલના ભાવમાં ૬૦ ટકા હિસ્સો સેન્ટ્રલ એકસાઇઝ અને રાજ્યોનો ટેક્સ હોય છે. જ્યારે ડિઝલમાં આ ૫૪ ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એકસાઇઝ ડ્યુટી ૩૨.૯૦ રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડિઝલ પર ૩૧.૮૦ રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ ડિઝલના ભાવમાં સામાન્ય રીતે દરરોજ ફેરફાર થાય છે. આ ભાવ બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અને ફોરેન એક્સચેન્જ રેટના આધારે નક્કી થાય છે.

ગુજરાતના ચાર મોટા શહેરોના ભાવ

અમદાવાદમાં પેટ્રોલ રૂ.૯૨.૩૫, ડીઝલ રૂ.૯૨.૯૨

સુરતમાં પેટ્રોલ રૂ.૯૨.૩૫, ડીઝલ રૂ.૯૨.૯૩

રાજકોટમાં પેટ્રોલ રૂ.૯૨.૧૧, ડીઝલ રૂ.૯૨.૬૯

વડોદરામાં પેટ્રોલ રૂ.૯૨, ડીઝલ રૂ.૯૨.૫૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!