Friday, 29/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાનાં ગરાડુ ગામનાનાં રહિશોને પીવાના પાણી માટે વલખાં…રોજ બે કિલોમીટર દૂરથી પાણી લાવવા મજબુર રહિશો,૧૩ હજારની વસ્તીવાળા ગામમાં માત્ર એક કૂવો અને એક જ હેન્ડ પંપ કાર્યરત,બાકીના હેન્ડપંપ શોભાના ગાંઠીયા સમાન…

June 8, 2021
        1553
ઝાલોદ તાલુકાનાં ગરાડુ ગામનાનાં રહિશોને પીવાના પાણી માટે વલખાં…રોજ બે કિલોમીટર દૂરથી પાણી લાવવા મજબુર રહિશો,૧૩ હજારની વસ્તીવાળા ગામમાં માત્ર એક કૂવો અને એક જ હેન્ડ પંપ કાર્યરત,બાકીના હેન્ડપંપ શોભાના ગાંઠીયા સમાન…

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

 ઝાલોદ તાલુકાનાં ગરાડુ ગામનાનાં રહિશોને પીવાના પાણી માટે વલખાં

 રોજ બે કિલોમીટર દૂર થી પાણી લાવવા મજબુર રહિશો

 ૧૩ હજાર ની વસ્તી વાળા ગામ માં માત્ર એક કૂવો અને એક જ હેન્ડ પંપ કાર્યરત

 બાકી ના હેન્ડ પંપ શોભા ના ગાંઠીયા સમાન

દાહોદ તા.06

દાહોદ જિલ્લામાં સિંચાઈ માટે તેમજ પીવાના પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે છતાંય ઘણા ગ્રામીણ વિસ્તારો સાથે આંતર વિસ્તારો પાણી માટે હજુ હજુ પણ વેખલા કરી રહ્યું છે ઝાલોદ તાલુકાના ગરાડુ ગામ એ ભર ઉનાળે ગ્રામવાસીઓ પાણી માટે તરસી રહ્યા છે બે કિલોમીટર દૂર પાણી ભરવા લોકો મજબૂર બન્યા છે ગામમાં માત્ર એક જ કુવો તેમજ એક જ હેડ પંપ ચાલુ હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અન્ય હેડપંપ બગડેલી હાલતમાં હોવાને કારણે ગામમાં આવા હેડપંપ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.

ઝાલોદના ગરાડું ગામની 13 હજારની વસ્તીમાં એકમાત્ર હેંડપંપ તેમજ કુવો ચાલુ હાલતમાં: મોટાભાગના હેન્ડપંપ શોભાના ગાંઠિયા સમાન: સંલગ્ન વિભાગમાં અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

ઝાલોદ તાલુકાના ડુંગર ગામ ની 13 હજારની વસ્તીવાળા આ વિસ્તારમાં માત્ર એક કૂવા અને એક હેડ પંપ ચાલુ હાલતમાં છે. બેથી ત્રણ કિલોમીટર સુધી આ કુવા તેમજ હેડપંપ સુધી

મહિલાઓ પુરૂષો તેમજ બાળકો ચાલતા જઈ પાણી ભરે છે. મોટાભાગના હેડ પંપ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે અને બગડેલી હાલતમાં પડ્યા છે. માત્ર વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારતી કેટલી યોગ્ય છે તે જોવું

વહીવટી તંત્રના સત્તાધીશો ની જવાબદારી છે. આ મામલે સંલગ્ન તંત્ર તેમજ ઉચ્ચ સ્તરીય અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે ત્યારે

ગામમાં જાનવરોને પીવા માટેના હવાડા સુકાભઠ્ઠ: સરપંચ તેમજ તાલુકા સભ્ય દ્વારા કોઇ કામગીરી ન કરતા ગ્રામજનોમાં રોષ 

બીજી તરફ મૂંગા પશુઓના પીવાના પાણીના હવા પણ સૂકા ભટ્ટ નજરે પડી રહ્યા છે. ગ્રામજનો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે ગામના સરપંચે બોર માટે પૈસા ઉઘરાવી ચાઉં કરી ગયા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે તે ઉપરાંત સરપંચ તેમજ

તાલુકા સભ્ય દ્વારા પાણીની સમસ્યા તેમજ ગામના વિકાસ માટે કોઇ કામગીરી ન કરાતાં ગામવાસીઓ માં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. હાલ ગ્રામજનો મજબૂરીવશ થોડું પાણી પીવા મજબુર બન્યા છે ત્યારે ગ્રામવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી સમગ્ર તંત્ર દ્વારા આ ગામવાસીઓને પાણી પૂરું પાડવા માટે કોઈ નક્કર કામગીરી હાથ ધરે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!