Sunday, 13/07/2025
Dark Mode

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું

June 8, 2021
        1456
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી   ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે   રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી

૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે

રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે, ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું

ન્યુ દિલ્હી,તા.૭

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે ૫ વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. અગાઉ પીએમઓ દ્વારા ટ્‌વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રના નામે સંબોધન કરશે. જે બાદ તમામ લોકોની નજર પીએમ મોદીના સંબોધન પર હતી. ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફતમાં આપવામાં આવશે
આપણામાંથી ઘણા લોકોએ પોતોના પરિવારજનોને ગુમાવ્યા છે. આવા લોકો સાથે મારી પૂરી સંવેદના છે. સાથીઓ છેલ્લા ૧૦૦ વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ના જાેઈ હતી અને અનુભવી પણ ના હતી. આટલી મોટી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ ઘણા મોરચા પર એક સાથે લડ્યો છે. કોવિડ હોસ્પિટલ બનાવવાથી લઇને આઈસીયૂ, વેન્ટિલેટરથી ટેસ્ટિંગ લેબનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું.
રાષ્ટ્રના નામે સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું – બીજી લહેરમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ અકલ્પનીય રૂપથી વધી ગઈ હતી. ભારતના ઇતિહાસમાં આટલા ઓક્સિજનની જરૂરિયાત ક્યારેય થઈ નથી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું. ઓક્સિજન રેલ, એરફોર્સ વિમાન, નૌસેનાના જહાજને લગાવવામાં આવ્યા હતા.
કોરોના જેવી અદ્રશ્ય અને રૂપ બદલનાર દુશ્મન સામેની લડાઇમાં સૌથી પ્રભાવી હથિયાર કોવિડ પ્રોટોકોલ છે. માસ્ક અને બે ગજની દૂરી જ અચૂક હથિયાર છે. વેક્સીન આપણા માટે સુરક્ષાની કવચની જેમ છે. આખા વિશ્વમાં વેક્સીન માટે જે માંગ છે તેની સરખામણીમાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સીન બનાવનાર કંપનીઓ ઘણી ઓછી છે.
તમે છેલ્લા ૫૦-૬૦ વર્ષનો ઇતિહાસ જાેશો તો ભારતને વિદેશોથી વેક્સીન મેળવવામાં દશકો લાગી જતા હતા. પોલિયોની વેક્સીન હોય કે સ્મોક પોક્સની વેક્સીન હોય કે હેપિટાઇસ બી ની વેક્સીન હોય. તેના માટે દેશવાસીઓએ દશકો સુધી રાહ જાેઈ હતી. ૨૦૧૪માં દેશવાસીઓએ અમને સેવા કરવાની તક આપી તો ભારતમાં વેક્સીનેશનનું કવરેજ ફક્ત ૬૦ ટકા આસપાસ હતું. આપણી દ્રષ્ટીમાં આ ઘણી ચિંતાની વાત હતી. જે ઝડપથી ભારતમાં ટિકાકરણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે ઝડપથી દેશને ૧૦૦ ટકા ટિકાકરણના લક્ષ્યને મેળવવામાં લગભગ ૪૦ વર્ષ લાગી જાત તેમ જણાવ્યુંંં હતું 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!