ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના ઝેર જીતગઢ ગામે ગામમાં દિવાળી મનાવવા ન દેવાની બાબતે મારક હથિયાર તેમજ પથ્થરો વડે હુમલો..
દાહોદ,તા. ૧૮
લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ ગામે દિવાળીના તહેવાર દરમ્યાનનહી રહેવા દેવા બાબતે થયેલ ઝઘડામાં છુટ્ટા પથ્થરના તથા ધારીયા ઉછળતા ત્રણ જણાને તુટી ઇજાઓ તથા ટ્રક તેમજ ગ્રેજડટ
મશીનમાં કામ તથા હેડલાઈટ તુટી જતાં નુકસાન થયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઝેરજીતગઢ ગામમના ગોરધનભાઈ બકુડાભાઈ નિનામા તેઓની નંબર વગરની સફેદ કલરની બોલેરો ફોર વ્હીલ ગાડીમાં બેસી ધારીયુ લઇ આવી જીમખંભાલીયા ગામના મુળ વતની અને હાલમાં ઝેરજીતગઢ ગામે રહેતા લક્ષ્મણભાઈ અરજનભાઈ આહીર અને તેની સાથેનાં માણસોને બેફામ બિભત્સ ગાળો બોલી તમારે અમારા ગામમાં દિવાળીના તહેવાર દરમ્યાન અહીંયા રહેવું નહી તેમ કહી હાથમાં પથ્થરો સલઇ પથ્થરમારો કરી કંપનીની ટ્રકનો આગળનો મોટો કાચ તોડી નાખી તેમજ ગ્રેડર મશીનનાં આગળના રેડ લાઈટનો કાચ તોડી નાખી નુકસાન પહોચાડ્યું છે ત્યારબાદ નજીકમાં રહેતા બીજા ત્રણેક ઇસમો આવી ગોરધનભાઈ નિનામાની સાથે ભેગા મળી લક્ષ્મણભાઈ અરજનભાઈ આહીર તથા તેની સાથેના ક્રિષ્નાકુમાર મુન્નાલાલ યાદવ તથા તમજીભાઈ તસવાર હુસેન સાથે ઝાપઝપી કરી તથા ગડદાપાટુનો મારમારી ત્રણેને ઇજાઓ પહોચાડી હતી. આ સંબંધે ઇજાગ્રસ્ત લક્ષ્મણભાઈ અરજનભાઈ આહીરે નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલિસે ઝેરજીતગઢ ગામના ગોરધનભાઈ બકુભાઈ નિનામા તથા તેની સાથે અન્ય ત્રણ ઇસમો વિરુદ્ધ ઇપીકોક ૩૨૪,૫૦૪,૪૨૭, ૧૧૪ મુજબ ગુનો નોંધી અ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.