ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ફોરવીલર ગાડી નાળા સાથે અથડાઈ : ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત…
લીમખેડા તાલુકાના ઢઢેલા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર અમદાવાદ તરફ પુરપાટ જતી ફોરવહીલર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવહીલર ગાડી નાળા સાથે અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ફોરવહીલ ગાડીમાં બસેલા ચાર વ્યક્તિઓ ઈજાગ્રતા તેઓને 108 મારફતે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા હતા..
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર છાસવારે બનતી માર્ગ અકસ્માતના બનાવવાના લીધે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે દાહોદ તાલુકાના ખંગેલા નજીક થયેલા માર્ગ અકસ્માતના બનાવની સહી હજી સુકાઈ નથી ત્યારે આજરોજ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે પુનઃ એક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ચાર જેટલા વ્યક્તિઓ ઇજા કરશે થયા હોવાનું સામે આવ્યું છે.મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી ચાર વ્યક્તિઓ પોતાના કબજા હેઠળની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં અમદાવાદ ખાતે કોઈ કામ અર્થે જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે સ્વીફ્ટ ડિઝીરે ગાડી ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ફોરવીલર ગાડી નાળા સાથે જોશભેર ભટકાતા સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં મારુતિ ગાડીમાં બેઠેલા ચારેય વ્યક્તિઓના શરીરે ઈજાઓ પહોંચી હતી.જે બાદ આસપાસના ભેગા થયેલા લોકોએ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાને કોલ કરતા ઈમરજન્સી 108 સેવાના માધ્યમથી ચારેય વ્યક્તિઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા હતા.