ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામેથી ફોરવીલ ગાડી ચોરાઈ..
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગળમહુડી ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડીની ચોરી થયાંનું જાણવા મળે છે.
ગત તા.૨૨મી સપ્ટેમ્બરના રોજ મંગળમહુડી ગામે રાવત ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ રાયસીંગભાઈ રાવતે પોતાની બોલેરો ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ બોલેરો ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી રાત્રીના કોઈપણ સમયે ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પ્રતાપભાઈ રાયસીંગભાઈ રાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.