Friday, 29/03/2024
Dark Mode

લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રસોઈ બનાવતી વેળાએ ગેસનો બોટલ લીક થઇ આગ ફાટી નીકળતા નાસભાગ મચી:ઘરવાખરી સમાન બળ્યો,સ્થાનિકો આગ ઓલવી દેતા સદભાગ્યે જાનહાની ટળી

July 23, 2021
        1036
લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રસોઈ બનાવતી વેળાએ ગેસનો બોટલ લીક થઇ આગ ફાટી નીકળતા નાસભાગ મચી:ઘરવાખરી સમાન બળ્યો,સ્થાનિકો આગ ઓલવી દેતા સદભાગ્યે જાનહાની ટળી

જીગ્નેશ બારીયા :- દાહોદ 

લીમખેડા તાલુકાના ખીરખાઇ ગામે ગેસ બોટલ લીકેજ થતા નાસભાગ મચી 

અચાનક જમવાનુ બનાવતા સમયે અચાનક આગ લાગતા નાસભાગ મચી 

આસપાસ ના માણસો દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો 

 આગ ઉપર કાબુ મેળવતા મોટી જાનહાની ટળી 

 દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રાંધણ ગેસનો બોટલ અચાનક લીકેજ થતાં આગ ફાટી નીકળતાં ઘર સહિત વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આજરોજ લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે એક કાચા રહેણાંક મકાનમાં ઘરના મોભી જમવાનું બનાવતાં હતાં. આ દરમ્યાન અચાનક રાંધણ ગેસનો બોટલ લીકેજ થતાં જાેતજાેતામાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ વિસ્તારમાં થતાં લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કેટલાંક જાબાઝો ઘર તરફ દોડી ગયાં હતાં અને પાણીનો ભારે મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને મોટી દુર્ઘટના થતી અટકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!