ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા:5 જુગારીયાઓ ઝડપાયા
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નીનામાના ખાખરીયા ગામે રમાતા શ્રાવણીયા જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગાર રમતાં પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા ૧૩,૮૨૦ તેમજ ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૮,૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૫મી ઓગષ્ટના રોજ નીનામાના ખાખરીયા ગામે રમાતા જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમતાં નન્નુભાઈ કડકીયાભાઈ ડામોર, નગીનભાઈ પ્રતાપભાઈ નિનામા, વિશાલભાઈ વિનુભાઈ નિનામા, પંકજભાઈ બાબુભાઈ નિનામા અને નરેશભાઈ કેશુભાઈ સંગાડાનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી રોકડા રૂપીયા ૧૩,૮૨૦ અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૮,૮૨૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ લીમખેડા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.