![દાહોદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર:લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ 99.99 ટકા પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ઝળહળી](https://dahodlive.com/wp-content/uploads/2022/06/Screenshot_20220604-213636_WhatsAppBusiness-770x377.jpg)
ગૌરવ પટેલ :- લીમખેડા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર:લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ 99.99 ટકા પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ઝળહળી
લીમખેડા તા.04
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલે 99.99.ટકા પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ઝળહળ તું પરિણામ મેળવ્યું હતું જેમાં શાળા ના વિદ્યાર્થી પસાયા અંજના.બી.93.46 P.R સાથે પ્રથમ ક્રમાંકે , કટારા નયના.વી.87.64 P.R સાથે દ્વિતીય ક્રમાંકે તેમજ
ભાભોર હર્ષદ અરવિંદ . 87.40 P.R સાથે તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થઈ શાળા નું તેમજ તાલુકા નું નામ રોશન કર્યું છે શાળાના 80 થી 90 PR સાથે 10 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા તેમજ 70 થી 80 PR મેળવી 8 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા સંસ્થા ના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય ની શુભેચ્છા પાઠવી હતી અને સમગ્ર જિલ્લામાં શાળા નું નામ રોશન કરવા બદલ સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા.