ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના અગારા ગામની પરિણીતાને બીજી પત્ની લાવવા પતિ દ્વારા ત્રાસ ગુજારી ઘરેથી કાઢી નાખી, પરિણીતાની પોલીસમાં રાવ…
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અગારા (ઉ) ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપી પતિ દ્વારા બીજી પત્નિ લઈ આવી પહેલી પત્નિને ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતાં પરણિતાએ પોલીસમાં ફરિયાદમાં નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
લીમખેડા તાલુકાના અગારા (ઉ) ગામે રહેતાં પરણિતા હંસાબેન નરવતભાઈ મુનીયાને તેના પતિ ગણેશભાઈ રમણભાઈ તેમ સાસરી પક્ષના રમણભાઈ રયલાભાઈ, સુમીબેન રમણભાઈ, મડીબેન રયલાભાઈ તમામ જાતે ભુરીયા અને ગણેશભાઈની પહેલી પત્નિ હંસાબેન હોવા છતાંય બીજી પત્નિ તરીકે વર્ષાબેન પર્વતભાઈ નિનામાને ઘરે લઈ આવ્યો હતો અને પહેલી પત્નિ હંસાબેનને ઉપરોક્ત તમામ જણા ભેગા મળી શારિરીક અને માનસીક ત્રાસ આપી બેફામ ગાળો બોલી, બીજી પત્નિ લાવવા સારૂં હેરાન પરેશાન કરતાં પરણિતા હંસાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં હંસાબેન પોતાના પિયર લીમખેડા તાલુકાના પીપળી, ગારી ફળિયા ખાતે આવી પહોંચી હતી. આ સંબંધે હંસાબેન નરવતભાઈ મુનીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.