Thursday, 18/04/2024
Dark Mode

લીમખેડા તાલુકાના કંબોઈ નજીક હાઇવે પર એમ્બ્યુલન્સ નો ટાયર ફાટતા નડ્યો અકસ્માત: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં..

May 23, 2022
        873
લીમખેડા તાલુકાના કંબોઈ નજીક હાઇવે પર એમ્બ્યુલન્સ નો ટાયર ફાટતા નડ્યો અકસ્માત: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં..

ગૌરવ પટેલ :- લીમખેડા 

 

લીમખેડા તાલુકાના કંબોઈ નજીક હાઇવે પર એમ્બ્યુલન્સ નો ટાયર ફાટતા નડ્યો અકસ્માત: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં..

લીમખેડા તા.23

 

લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મૃતદેહ લઈને આવતી એમ્બ્યુલન્સનું ટાયર ફાટતા અકસ્માત નડયો હતો. જેમાં એમ્બ્યુલન્સ ક્ષતિગ્રસ્ત થવા પામી હતી.

 

 પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના અડાલજ થી મધ્યપ્રદેશના મેઘનગર ખાતે મૃતકના મૃતદેહને લઇ જઈ રહેલી Gj-01-FT-9755 નંબરની એમ્બ્યુલન્સનો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે હાઇવે પર આગળનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એમ્બુલન્સ ડિવાઈડર સાથે સાથ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એમ્બુલન્સ ગાડી ક્ષતિગ્રસ્ત થવા પામી હતી. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની ન બનવા પામતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!