ગૌરવ પટેલ લીમખેડા
લીમખેડા આર્ટસ કોલેજ લીમખેડા ખાતે પોકસો એક્ટ તથા સ્ત્રીઓના લાભાર્થે કાયદા વિશેનો શિક્ષણ શિબિર યોજાયો.
યુનિટ જજ સાહેબ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ સાહેબશ્રી ની ના માર્ગદર્શન હેઠળ લીમખેડા આર્ટસ કોલેજ ખાતે ત્રીજા એડિશનલ સેશન્સ જજ સાહેબશ્રી લીમખેડાનાઓની અધ્યક્ષતામાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .
તાલુકા કાનૂની સેવા સમિતિ ના ચેરમેન સી.એન.મારફતીયા સાહેબ દ્વારા કાનૂની શિક્ષણ શિબિરની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી પી.પી પુરોહિત સાહેબએ હાજર બાળકોને પોકસો એકટની વિવિધ ઉદાહરણો આપી વિસ્તૃત સમજ પુરી પાડી હતી તથા મદદનિશ જિલ્લા સરકારી વકીલ એસ. બી ચૌહાણનાઓએ પણ બાળકોને પોકસો કાયદાની ઝીણવટપૂર્વક સમજ આપી માહિતગાર કર્યા હતા તથા બી.એસ. ભાટિયા વકીલ લીમખેડાનાઓએ સ્ત્રીઓના લાભાર્થે ઘડવામાં આવેલ વિવિધ કાયદાઓની દાખલાઓ આપી વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી
મિટિંગમાં લોકોને કાયદાનો લાભ મળે તથા લોકોમાં અજ્ઞાનતા દૂર થાય તથા લોકોને મફત કાનૂની સહાય માટે જાગૃતતા આવે તે માટે અને તેનો લોકોને વધુમાં વધુ લાભ થાય તે અંગેની સમજ કરવામાં આવી હતી .
કાનુની શિક્ષણ શિબિરમાં બાળકોને પ્રોજેકટર ના માધ્યમ થી વિડીઓ કલીપ બતાવી પોકસો કાયદો ક્યારે અને કેવી રીતે અમલમાં આવે છે ” ગુડ ટચ અને બેડ ટચ ” અને બાળકો શરમમાં આવી હરકતો અંગે જાણ કરતા નથી તે વિષે વિસ્તૃત સમજ તથા આવી પરિસ્થિતિમાં શુ કરવું તે અંગે સમજ કરવામાં આવેલ અને વીડિયો દ્વારા હેલ્પલાઇન નંબર ની પણ જાણ કરવામાં આવેલ હતી .
શિક્ષણ શિબિર કાર્યક્રમ ને સફળ બનાવવા સી. જે .દેસાઈ ( જુનિયર કલાર્ક પ્રિન્સીપાલ સીનીયર સિવિલ કોર્ટ ) , એ.એ .મકરાણી ( રજીસ્ટાર કમ નાઝર) તથા લીમખેડા આર્ટસ કોલેજ ના સ્ટાફે મહત્વ નો ભાગ ભજવ્યો હતો .