ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમા સ્ટેટ વિભાગ દ્વારા રૂપિયા ૧૨ લાખના ખર્ચે બેસાડવામાં આવેલ પેવર બ્લોક અને ફૂટપાથ ગાયબ
સંતરામપુર તા.12
સંતરામપુર નગરના ભાગોળ વિસ્તારમાં સ્ટેટ વિભાગ દ્વારા આશરે પાંચેક વરસ અગાઉ ચાલવા માટે રોડની સાઈડમાં ફ્લેવર બ્લોક અને footpath બનાવવામાં આવેલું અત્યારે ગાયબ થઈ ગયું છે રોડની સાઈડમાં આડેધડ બાંધકામનું કામ શરૂ કરીને રૂપિયા ૧૨ લાખના ખર્ચે બનાવેલું અત્યારે ફુટપાટ અદ્રશ્ય થઈ ગયું છે સરકારમાંથી માતબર રકમ ખર્ચ કરીને રાહત દરે ચાલવા માટે નું આ ફુટપાટ અત્યારે જોવાતું નથી સ્ટેપ વિભાગ દ્વારા આજ વિસ્તારમાં ફરીથી આરસીસી રોડ બનાવવામાં આવેલો હતો પરંતુ રોડ પણ તૂટી ગયો અને સાઈડમાં બેસાડવામાં આવેલ આ ફ્લેવર બ્લોક ગયા ક્યાં તે ખબર પડતી નથી રૂપિયા ૧૨ લાખ ખર્ચ્યા પછી પણ ના footpath જોવાતું નથી અને અત્યારે આ વિસ્તારમાં 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી રહે છે ચાલવા માટે બનાવેલું footpath બધા પૈસા સરકારના પાણીમાં ગયા રાહદારીઓ તેનો ઉપયોગ કરી શક્યા નહીં જ્યારે ભૂગર્ભ ગટર દરમિયાનમાં રોડ ખોદવામાં આવેલો હતો અને નગરપાલિકા દ્વારા સ્ટેટ લાઈટ નવી નાખવા માટે ફરી ખોદકામ કરવામાં આવેલું હતું આ રીતે સંતરામપુર નગરપાલિકા અને સરકારી તંત્ર દ્વારા અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું જ નથી આયોજન વગર ની કામગીરી હાથ ધરતા વારંવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખરેખર ફ્લેવર બ્લોક ગયા ક્યાં તે તપાસનો વિષય બન્યો