ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા મામલતદાર તરફથી પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં હાજર રહેવા માટે લોકોને જાહેર આમંત્રણ પત્રિકા મારફતે કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦મી એપ્રિલના રોજ દાહોદ ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં અનેક વિકાસના કામોનાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ કરવાના છે ત્યારે આ કાર્યક્રમમાં ત્રણ લાખથી પણ વધુની જનમેદની ઉપસ્થિત રહેવાની છે ત્યારે વહીવટીતંત્ર પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓમાં લાગ્યુ છે ત્યારે લીમખેડા મામલતદાર આર.કે ગૌતમ દ્વારા ગ્રામ્ય કક્ષાએ આ કાર્યક્રમની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે, જાહેર સ્થળોએ બેનરો મારીને આ કાર્યક્રમની જાણ લોકો સુધી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સાથે લીમખેડા તાલુકામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની ૫૦,૦૦૦ જેટલી આમંત્રણ પત્રિકાઓ છપાવીને લોકો સુધી આ પત્રિકા પહોંચે એના માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગ્રામ સેવકો સરકારી દુકાનના દુકાનદારો સહિતના કર્મચારીઓ આ પત્રિકાની લોકો સુધી પહોંચાડવા માટે કામે લાગ્યા છે લીમખેડા માંથી આ કાર્યક્રમમાં ૨૦ હજારથી વધુ લોકો હાજર રહે તેવા પ્રયાસો લિમખેડા મામલતદાર અને વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે.