
ગૌરવ પટેલ લીમખેડા
લીમખેડા તાલુકાના કુંણધા ગામે એક યુવકે તેના બે બે મિત્રોની મદદથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું…
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામે એક યુવકે પોતાના બે મિત્રોની મદદથી એક ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ નાસી જઈ સગીરાને ગોંધી રાખી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા. ૧ એપ્રિલના રોજ કુણધા ગામે રહેતો વિજયભાઈ રૂમાભાઈ કટારાએ પોતાના બે મિત્રો રાહુલભાઈ મગનભાઈ રાવત (રહે. કુણધા) તથા વિજયભાઈના કાકા બળવંતભાઈના સાઢુ થાય તે (રહે. દાહોદ) નાઓની મદદતી ૧૫ વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયાં હતાં અને સગીરાને ઘરમાં ગોંધી રાખી વિજયભાઈએ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.