Saturday, 20/04/2024
Dark Mode

લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો વિચિત્ર માર્ગ અકસ્માત:એકની પાછળ એક ચાલી રહેલા ચાર વાહનો ક્ષતિગ્રસ્ત,

April 7, 2022
        645
લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો વિચિત્ર માર્ગ અકસ્માત:એકની પાછળ એક ચાલી રહેલા ચાર વાહનો ક્ષતિગ્રસ્ત,

ગૌરવ પટેલ લીમખેડા

લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો વિચિત્ર માર્ગ અકસ્માત:એકની પાછળ એક ચાલી રહેલા ચાર વાહનો ક્ષતિગ્રસ્ત,

દાહોદ જિલ્લાના લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર એક વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં એક પછી એક ચાર ગાડીઓ આગળ પાછળ ટકરાતા વાહનો ક્ષતીગ્રસ્ત બનવા પામ્યા છે જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની બનવા પામી ના હતી ગાડીમાં સવાર ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા છે જોકે આ બનાવની જાણ લીમખેડા પોલીસને થતા લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહીમાં જોતરાઈ છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર દજોડ જિલ્લલાના લીમખેડા બાયપાસ દેગાવાડા ગામેથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર BSNL કોન્ટ્રાક બેચ પર લાગેલી GJ27X 0685 નંબરની ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન બાયપાસ રોડ પર રોડ ક્રોસ કરવા જતા સમયે પાછળથી લાઈનમાં આવી રહેલી GJ23X 1323 નંબરના આઇસર ચાલકે ઈકો ગાડીને ટક્કર મારી હતી ત્યારબાદ આઇસર ગાડીની પાછળ આવી રહેલા UP 78 DN 0779 નંબરના અશોક લેલંડ ટ્રકે આયસરને અડફેટે લીધી હતી એની પાછળ આવી રહેલી MH49 AS 0574 સ્કોર્પિયો ગાડી પાછળથી ટ્રકમાં ઘુસી ગઈ હતી આમ એકની પાછળ આવી રહેલા વાહનો વચ્ચે વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકોને ઓછી વત્તી ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ મામલાની જાણ લીમખેડા પોલીસને થતા લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ક્ષતીગ્રસ્ત થયેલા વાહનોને ક્રેન મારફતે ખસેડી વાહન વ્યવહાર પૂર્વત કર્યો હતો અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!