Saturday, 12/07/2025
Dark Mode

લીમખેડા તાલુકાની 38 ગ્રામ પંચાયતોના પરિણામોં જાહેર:વિજેતા ઉમેદવારોએ સમર્થકો ઉજવણી કરી વરઘોડા કાઢ્યા…

December 22, 2021
        2207
લીમખેડા તાલુકાની 38 ગ્રામ પંચાયતોના પરિણામોં જાહેર:વિજેતા ઉમેદવારોએ સમર્થકો ઉજવણી કરી વરઘોડા કાઢ્યા…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

લીમખેડા તાલુકાની 38 ગ્રામ પંચાયતોના પરિણામોં જાહેર:વિજેતા ઉમેદવારોએ સમર્થકો ઉજવણી કરી વરઘોડા કાઢ્યા…

 વિજેતા ઉમેદવારોને ગુલાલની છોળો તેમજ ફુલહારથી સ્વાગત કરાયું

લીમખેડા તા, ૨૧

લીમખેડા તાલુકાની ૩૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી મંગળવારે મોડેલ શાળાના ખંડમાં ૯ કલાકે શરૂ થઈ હતી વિજેતાઓને જાહેર કરાતાં ઉપસ્થિત હજારો સમર્થકોએ વિજય નારા પોકાર્યા હતા અને વિજેતા ઉમેદવારોના ગુલાલની છોળો અને ફુલહારથી સ્વાગત કરી રાજમાર્ગો પર વિજય સરઘસ ફર્યા હતા મોડી રાત સુધી પંચાયતોની મતગણતરી ચાલી હતી.

લીમખેડા તાલુકામાં ગત ૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાયેલી ૩૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે સવારમાં ૯ કલાકે લીમખેડામાં પાલ્લી ખાતે આવેલી મોડેલ શાળાના ખંડમાં શરૂ થવા પામી હતી અલગ-અલગ ૧૦ ખંડમાં ૨૦ ટેબ્લો ઉપર ૬૦ કર્મચારીઓએ મતગણતરી હાથ ધરી હતી બેલેટ પેપર હોવાથી ધીમી ગતિએ પરિણામો જાહેર થતાં હતા તેથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં તો માત્ર ૧૭ પંચાયતો નું પરિણામ જાહેર થયું હતું નિનામાની વાવ ગામે કાળુભાઈ સંગજી ભાઈ નીનામા અને તેના હરીફ ઉમેદવાર વચ્ચે એક સરખા ૬૦૦ મત મળતાં ટાઈ પડી હતી તેથી રિ કાઉન્ટિંગ દરમિયાન તેઓના હરિફ ઉમેદવારનો એક મત ઓછો થતાં કાળુભાઈ સંગજી ભાઈ નીનામા ૬૦૦ મત મેળવી વિજય થયા હતા તેમજ ચિલાકોટા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર ૧ પણ ફકરું ભાઈ તડવી અને સુરપાલ ભાઈ સંગાડા વચ્ચે ૧૩૫ મતે ટાઈ પડતા બંને ઉમેદવારોના જીવ પડીકે બંધાયા હતા ચિઠ્ઠી ઉછાળતા ફકરૂ ભાઈ તડવી ની જીત જાહેર કરી હતી

    આમ ૩૮ ગ્રામ પંચાયતો માટે સરપંચના ૧૩૨ અને ૨૭૦ વોર્ડ બેઠકોમાં સભ્યપદ માટે ૭૧૭ ઉમેદવારોના તારીખ ૧૯ મી ડિસેમ્બરના રોજ મતપેટીમાં સીલ કરાયેલા ભાવિ આજે ૨૧મી મંગળવારના રોજ ખુલ્યા હતા છેલ્લા કેટલાક સમયથી જીતનો દાવો કરતાં ઉમેદવારોમાં આજે કહી ખુશી કહી ગમ જેવો માહોલ છવાયો હતો ત્યારે તેમના ચહેરા પર આનંદ છલકાતો હતો વિજેતા બનેલા ઉમેદવારોના ઢોલ નગારા અને ગુલાલની છોળો વચ્ચે નગરમાં વિજય સરઘસ નિકળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!