
કલ્પેશ શાહ :- સિંગવડ/ સૌરભ ગેલોત :- લીમડી
લીમખેડા એમજીવીસીએલ તેમજ ગુજરાત ઊર્જા નિગમ બરોડાની 13 ગામોમાં સંયુક્ત ચેકિંગ દરમિયાન આઠ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઇ
એમજીવીસીએલની ટીમોએ લીમખેડા પંથકના 13ગામોમાં ચેકિંગ હાથ ધર્યું.
તપાસ કરનાર વીજ કંપનીની ટીમોને 315 વીજ કનેક્શનની ચેકિંગ દરમિયાન 68 જેટલા વીજ કનેકશનમાં ગેરકાયદેસર વીજચોરી પકડાઈ
સીંગવડ તા.12
આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 12.8.2021 ના રોજ લીમખેડા મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરી તથા ગુજરાત ઉર્જા નિગમ બરોડા દ્વારા સંયુક્ત વીજચેકિંગ હાથ ધરવામાં આવી હતી તેમાં સવારના 6 વાગ્યાના સુમાર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી તેમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખીને લીમખેડા તાલુકાના તથા સીંગવડ તાલુકાના જુદા જુદા ૧૩ ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરતા તેમાં 315 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૬૮ વીજ કનેક્શન માં ચોરી કરતા ઝડપી પાડવામાં આવી હતી તેમાં બંને તાલુકામાં મળીને અંદાજે રૂપિયા 8.18 લાખ જેટલી વીજ ચોરીનું પુરવણી બિલ ફટકારવામાં આવ્યું હતું આ રીતે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગામડાઓમાં ચેકિંગ હાથ ધરાતા વીજચોરી પકડી પાડવામાં આવી હતી સિંગવડ તાલુકા ના પણ ગામડાઓમાં વીજ ચોરી કરતા પકડાયા હતા