લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા ગામે LCB પોલીસના રહેણાંક મકાનમાં દરોડા:એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બુટલેગર વોન્ટેડ…
લીમખેડા તા.17
લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળતા એલસીબી પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના ખાખરીયા ગામના કાળીયા ચોકડી નજીકના રહેવાસી મંગળભાઈ ઉર્ફે બટુકભાઈ ઉર્ફે ધીરસીંગભાઇ પરમાર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ દારૂ જુગારની સ્પેશ્યલ ડ્રાઇવમાં પેટ્રોલિંગમાં નીકળેલા એલસીબી પીઆઇ કે.વી.ડીંડોરને થતા તેઓની સૂચના અને માર્ગદર્શનમાં એલસીબીની ટીમે નીનામાના ખાખરીયા ગામે મંગળભાઈ પરમારના પરહેણાંક મકાનમાં દરોડો પાડતા તેઓ મકાનમાં હાજર ન મળતા પોલીસે મકાનની તલાસી લેતા તલાસી દરમિયાન વિમલના થેલામાં સંતાડેલા ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 877 બોટલ મળી 1,04,094 રૂપિયાનું મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ જપ્ત કરી મંગળભાઈ ધીરુભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.