Saturday, 20/04/2024
Dark Mode

લીમખેડા વિધાનસભા વોટ્સઅપ ગ્રૃપમાં ભાજપના પૂર્વ મહામંત્રીએ અશ્લીલ ફોટા પોસ્ટ કરતા રાજકારણમાં ખળભળાટ..

August 8, 2021
        2241
લીમખેડા વિધાનસભા વોટ્સઅપ ગ્રૃપમાં ભાજપના પૂર્વ મહામંત્રીએ અશ્લીલ ફોટા પોસ્ટ કરતા રાજકારણમાં ખળભળાટ..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

લીમખેડા વિધાનસભા વોટ્સઅપ ગ્રૃપમા ભાજપના પૂર્વ મહામંત્રીએ અશ્લીલ ફોટા પોસ્ટ કરતા રાજકારણમા ખળભળાટ..

ભાજપના વોટ્સઅપ ગ્રૃપમા રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોર, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયર પણ ગ્રૃપમાં સામેલ 

પ્રતિનિધી લીમખેડા તા.8

 

 

લીમખેડા વિધાનસભા ના ભાજપના નેતાઓ સંચાલિત વોટ્સઅપ ગ્રૃપ ૧૩૧-લીમખેડા બીજેપી નામના વોટ્સઅપ ગ્રુપ માં ભાજપના જ એક સિનિયર અને વરિષ્ઠ નેતા દ્વારા અશ્લીલ ફોટા પોસ્ટ કરવામાં આવતા ગ્રુપમા સામેલ ભાજપના મહિલા નેતાઓ સહિત તમામ સભ્યોનું શરમથી માથું ઝૂકી જવા પામ્યુ હતુ.

લીમખેડા ભાજપના નેતાઓ દ્વારા સંચાલિત ૧૩૧-લીમખેડા બીજેપી નામના ગ્રુપમાં આજે ભાજપના અગ્રણી નેતા અને દાહોદ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને હાલના વાલાગોટા જીલ્લા પંચાયત સીટના ભાજપના મહિલા સભ્યના પતિ નારસિંહ પરમાર દ્રારા અશ્લીલ પોસ્ટ મુકવામાં આવતા ગ્રુપમાં સામેલ ભાજપના મહિલા હોદ્દેદારો અશ્લીલ ફોટાની પોસ્ટ જોઈને તમામનું માથું શરમથી ઝૂકી ગયું હતું, ભાજપ સંગઠનના પૂર્વ જિલ્લા મહામંત્રી નારસિંહ પરમારે આજે ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકતા ભારે ચર્ચા ચાલી હતી, જ્યારે ભારે કુતૂહલ સર્જાયું હતું, વોટ્સઅપ ગ્રુપ માં અનેક મહિલા હોદ્દેદારો તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ, દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ અમલીયાર, જીલ્લા મહામંત્રી સહિત ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો સહિતના અનેક દિગ્ગજ નેતાઓ આ ગ્રુપમા સામેલ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે ભાજપના આજે એક સિનિયર નેતા દ્વારા ગ્રુપમાં આવી અશ્લીલ પોસ્ટ મુકાતા આ મુદ્દો દિવસ પર ચર્ચાની એરણે રહ્યો હતો, ત્યારે આવી અશ્લીલ ફોટાની પોસ્ટ મૂકનાર વિરુદ્ધ ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવે તેવી ચર્ચાઓએ જોર પકડતા લીમખેડાના રાજકારણ મા ગરમાવો આવ્યો છે. ત્યારે વોટ્સઅપ ના એક ગ્રુપ એડમીને ગ્રુપ ને ઓન્લી એડમીન મોડ કરીને ગ્રુપમા અશ્લીલ ફોટા પોસ્ટ થતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, અને સાથે ગ્રુપમા બીભત્સ અને અયોગ્ય મેસેજ મૂકનાર સામે આઇટી એક્ટ મુજબ હવે પછી કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ સૂચના પણ આપી હતી, જ્યારે ગ્રુપમાં ભૂલથી પોસ્ટ થઈ હોવા થી નારસીંગ પરમારે માફી પણ માંગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે દિવસ દરમિયાન આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન રહેવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!