ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડાના પાલ્લીના પતિ-પત્ની અને પુત્ર ત્રણેય એથ્લેટ, એક જ ઈવેન્ટમાં પત્નીએ પાંચ, પુત્રએ બે અને પતિએ એક મેડલ જીત્યો
દાહોદ તા.14
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામના વતની એક મહિલાએ રાજસ્થાન અલવર મુકામે યોજાયેલી એથ્લેટીક્સમાં ભાગ લઈ એક સાથે પાંચ ગોલ્ડ મેડલ જીતી જિલ્લા અને રાજ્યનુ ગૌરવ વધાર્યુ છે.તેઓનુ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સન્માન કરાયુ છે.તેમના પતિ અને પુત્ર પણ રમતવીર છે અને તેઓએ પણ આ જ ઈવેન્ટ મા ભાગ લઈ મેડલ મેળવ્યા છે.ત્યારે આખાયે પરિવારે એક મિશાલ કાયમ કરી છે.
*પુત્રએ પણ માતાના પગલે બે મેડલ મેળવ્યા*
કમળાબેન સોમાભાઈ બારીઆ નાં પુત્ર જિનેશભાઈ બારીઆએ પણ અંડર-9 વિભાગમાં 200 મીટર દોડમાં ભાગ લઈ સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો.ઉપરાંત લાંબા કુદકામાં દેશમાં તૃતીય નંબર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.આમ આ બાળક પણ આગામી સમયમાં નોખી સિધ્ધિ મેળવવા સમર્થ છે.ત્યારે વિસ્તારના અધિકારીઓ,પદાધિકારીઓ અને નેતાઓએ પણ તેમને પ્રોત્સાહિત કરવા જરુરી છે.
*પતિએ પણ વોક સ્પર્ધામાં સિલ્વર જીત્યો*
કમળાબેન બારીઆ નાં પતિ સોમાભાઈ લાખાભાઈ બારીઆ કે જેઓ હાલ પોસ્ટ વિભાગ પીપલોદ શાખામાં નોકરી કરે છે.જેઓએ પણ 3 કિલોમીટર વોક સ્પર્ધામાં સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યા છે. આમ,કમળાબેન સોમાભાઈ બારીઆના પરિવારે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં, દાહોદ જિલ્લાનુ પોતાના કોળી સમાજનું નામ રોશન કરતા માનવતાની મહેક ફાઉન્ડેશન લીમખેડાની ટીમના સભ્યો,હોદ્દેદારો દ્વારા કમળાબેન સોમાભાઈ બારીઆની
ગામડાંની મહિલાએ અનોખી સિદ્ધિ મેળવી યુવરાની એથ્લેટિક્સ સમિતિ – 2023 દ્વારા આયોજિત 17 માં નેશનલ ઓપન એથ્લેટિક્સ અંતર્ગત રાજસ્થાન રાજ્યના અલવર મુકામે ખેલ સ્પર્ધાઓનું આયોજન કરાયુ હતુ.જેમાં વિવિધ સ્પર્ધામાં દાહોદ જિલ્લાના લીમખેડાના નાનકડા પાલ્લી ગામના રહેવાસી કમળાબેન સોમાભાઈ બારીઆઐ પણ ભાગ લીધો હતો. તેઓએ 100 મીટર દોડ,200 મીટર દોડ, લાંબો કૂદકો, 5 કિલોમીટર દોડ, તથા 100×400 રિલે દોડમાં પ્રથમ ક્રમાંકે રહી કુલ 5 ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં ચેમ્પિયન બન્યા હતા.તેઓની રૂબરૂ મુલાકાત કરીને પુષ્પગુચ્છ આપી,પુસ્તકથી સન્માનિત કરી ખૂબ,ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.