ગૌરવ પટેલ :- લીમખેડા
પંચમહાલ એસીબીની સફળ ટ્રેપ: હોમગાર્ડને નોકરી પર હાજર કરવા લાંચ સ્વીકારતા ઝડપાયા.
લીમખેડા હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ કમાન્ડેન્ટ 5000 રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાયા.
દાહોદ તા.03
દાહોદ જિલ્લાના લીમખેડામાં હોમગાર્ડને નોકરી પર હાજર કરવા લાંચ માંગનાર લીમખેડા યુનિટના હોમગાર્ડના ઇન્ચાર્જ કમાનડેન્ટને 5000 હજાર રૂપિયાની લાંચ લેતા ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખાએ રંગે હાથે ઝડપી જેલ ભેગો કર્યો છે.
લીમખેડા તાલુકાના રહેવાસી અને લીમખેડા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડને તેમના જ યુનિટના ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડેન્ટ કલસિંગભાઈ પ્રતાપભાઈ પટેલ દ્વારા છેલ્લા બે મહિનાથી ભરત પર હાજર ન કરી રહ્યા હતા. એ સંબંધે હોમગાર્ડ દ્વારા રિચાર્જ કમાન્ડન્ટને ભરત પર હાજર કરવા વિનંતી કરી હતી. જે બાદ કલસીંગભાઈ પટેલે ફરજ પર હાજર કરવા માટે દસ હજાર રૂપિયાની લાંચણી માંગણી કરતા હોમગાર્ડ દ્વારા આ અંગેની ફરિયાદ ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખામાં કરી હતી. જે બાદ પંચમહાલ એસીબી એકમના મદદનીશ નિયામક બી.એમ.પટેલ દ્વારા છટકુ ગોઠવતા હોમગાર્ડ દ્વારા નક્કી થયેલા લાંચ પૈકી 5000 રૂપિયા લેવા કલસિંગભાઈ પટેલ નક્કી કર્યા મુજબ મારુતિ નંદન ઓફ સેટ અને ટેન્ટ હાઉસ દુકાનની બહાર આવ્યા હતા.જ્યાં હોમગાર્ડ દ્વારા લાંચ ની રકમ કલસીંગભાઈ પટેલ ને આપી હતી જે સમયે ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખાની ટીમે કલસિંગભાઈ પટેલ ને રંગે હાથે દબોચી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે દાહોદ એસીબી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા.