ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા વિધાનસભાની ચૂંટણીને લઈને સિંગવડ તાલુકા ના કેસરપુર પર પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવવામાં આવી
લીમખેડા 131 વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જતા હવે ઉમેદવારોની પણ જાહેરાત થવાની સાથે ટૂંક સમયમાં ફોર્મ ભરવાની ચાલુ થઈ જશે તેને લઈને આચાર સહિતા લાગવાની સાથે કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા દરેક વિધાનસભા પર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે તેમાં સિંગવડ તાલુકાના કેસરપુર ચોકડી પર પોલીસ તથા ચૂંટણી અધિકારી દ્વારા આવતા જતા વાહનોની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અને ચૂંટણી પંચ ની સૂચનાઓ તથા આચારસંહિતાનો કડક અમલ થાય તે માટે ચેકપોસ્ટ પર વાહનોની કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ચૂંટણીમાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી થાય અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખરાબ પ્રવૃત્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં ન આવે અને રૂપિયા કે દારૂની હેરાફેરી નહીં થાય તેની માટે બધા જ નાના મોટા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે.