ગૌરવ પટેલ :- લીમખેડા/કલ્પેશ શાહ :- સીંગવડ
લીમખેડા તેમજ સીંગવડ તાલુકામાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે કેમ્પ યોજાયો…
લીમખેડા તાલુકામાં કુલ ૧૬૩૨ અને સીંગવડ તાલુકામાં કુલ ૧૩૩૯ કાર્ડ કાઢવામાં આવ્યા
લીમખેડા/સીંગવડ તા.18
લીમખેડા તેમજ સીંગવડ તાલુકોનો કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર દુધિયા ખાતે યોજાયો હતો..
લીમખેડા અને સિંગવડ તાલુકામાં માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવા માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં લીમખેડા તાલુકાનો તાલુકા કક્ષાનો કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર દૂધિયા ખાતે અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર યોજવામાં આવ્યો . સામુહિક આરોગ્ય કેન્દ્ર દૂધિયા ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સરતન ભાઈ ચૌહાણ , તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સીએમ મછાર અને દૂધિયા ના સરપંચશ્રી બકાભાઈ ઉપસ્થિતિ રહ્યા હતા અને લોકો ને સરકારશ્રીની યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આ મેગા કેમ્પ ડ્રાઇવમાં લીમખેડા તાલુકામાં કુલ ૧૬૩૨ અને સીંગવડ તાલુકામાં કુલ ૧૩૩૯ કાર્ડ કાઢવામાં આવ્યા હતા.