જીગ્નેશ બારીયા દાહોદ / સૌરભ ગેલોત :- લીમડી
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી, એક લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે પાંચ ગેમ્બલરો ઝડપાયા
લીંમડી પોલીસે જુગારીઓ પાસેથી, રોકડ રકમ મોબાઇલ તેમજ મોટર સાયકલ કબ્જે કરી,
પોલીસે પાંચેય જુગારીયાઓને ઝડપી જેલ ભેગા કર્યા
દાહોદ તા.૨૯
#paid pramotion
Contact us sunrise public school
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક મકાનમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતાં લીમડી પોલીસ સ્ટાફ સાથે મકાનમાં ઓચિંતો છાપો મારતાં મકાન માલિક સહિત કુલ પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડપી અને દાવ પરથી રોકડા રૂપીયા ૭૩,૩૧૦ અને મોબાઈલ ફોન તેમજ એક મોટરસાઈકલ મળી કુલ રૂા.૧,૧૧,૮૧૦ના મુદ્દામાલ સાથે પાંચેય જુગારીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
ગતરોજ ઝાલોદ તાલુકાના લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે લીમડી ગામે દાંડી રોડ ઉપર રહેતાં પ્રવિણભાઈ અમૃતભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસને બાતમી મળતાંની સાથે પોલીસ કાફલો પ્રવિણભાઈના રહેણાંક મકાન તરફ જઈ તેના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં મકાનમાં જુગાર રમી રહેલ
➡️ગોયલ બુક & જનરલ સ્ટોર્સ
અંકિત હોસ્પિટલ ની પાસે, દોલતગંજ બજાર, પોલીસ ચોકી નંબર 3 સામે, ગૌશાળા ચોક, દાહોદ. મો.9016999825
જુગારીઓમાં ફફડાટ સાથે અફરા તફરી મચી ગઈ હતી પરંતુ પોલીસે મકાન માલિક સહિત પાંચ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૭૩,૩૧૦, ચાર મોબાઈલ ફોન કિંમત રૂા.૮૫૦૦ અને એક મોટરસાઈકલ કિંમત રૂા.૩૦,૦૦૦ એમ કુલ મળી કુલ
રૂા.૧,૧૧,૮૧૦નો મુદ્દમાલ લીમડી પોલીસે કબજે કરી પાંચેય જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-