સુમિત વણઝારા, લીમડી
લીમડી નગરના સુભાષ સર્કલ વિસ્તારથી વિખૂટી થયેલી બાળકીને ગણતરીના કલાકોમાં પરિવારથી મિલન કરાવતી લીમડી પોલીસ
આજ રોજ હોળીના તહેવાર નિમિત્તે ખરીદી કરવા આવેલ પરિવારની એક 2 વર્ષની બાળકી જે તેના પરિવારથી વિખૂટી થઈ ગઈ હતી ત્યારે સર્કલ વિસ્તારમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને તે બાળકી મળતા તેને લીમડી સ્ટાફને જાણ કરી હતી
જાણ થતાં ની સાથે પોલીસે તાત્કાલિક ધોરણે પરિવારની શોધખોળ હાથ ધરી હતી. લીમડી ટ્રાફિક જમાદાર ખેતા ભાઈ અને ASI પટેલ સહિત સ્ટાફ દ્વારા પરિવારની બજારમાં તેમજ વિવિધ વિસ્તારોમાં શોધખોળ કરી હતી
તેમજ સર્કલ વિસ્તારના વેપારીઓને આ બાળકીના પરિવાર મળે તો લીમડી પોલીસને જાણ કરવાની સૂચના કરાઈ જેથી જેમાં શોધખોળ દરમિયાન પોલીસને બાળકીના પરિવારજનો મળતા પોલીસે બાળકીના પરિવારની ઓળખ કરી અને બાળકીને પરત મિલન કરાવ્યો. પરિવારે તે બદલ લીમડી પોલીસ સ્ટાફનો આભાર વ્યકત કર્યો
આમ લીમડી પોલીસના સ્ટાફ દ્વારા બજારમાં પરિવારથી વિખૂટી થયેલી બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યો