Friday, 06/12/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના મુણધા ગામે બાઈક સ્લીપ ખાતા એક નું મોત :એક ઈજાગ્રસ્ત..

September 29, 2022
        680
ઝાલોદ તાલુકાના મુણધા ગામે બાઈક સ્લીપ ખાતા એક નું મોત :એક ઈજાગ્રસ્ત..

સુમિત વણઝારા, દાહોદ

 

 

ઝાલોદ તાલુકાના મુણધા ગામે બાઈક સ્લીપ ખાતા એક નું મોત :એક ઈજાગ્રસ્ત..

 

ઝાલોદ તાલુકાના મુણધા ગામે બાઈક સ્લીપ ખાતા એક નું મોત :એક ઈજાગ્રસ્ત..

દાહોદ તા.૨૮

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં મોટરસાઈકલ પર સવાર ચાલક સહિત બે જણા ફંગાળાતાં એકનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના મુણધા ગામે મુણધી ગામે રહેતો શૈલેષભાઈ બદીયાભાઈ કલારે પોતાના કબજાની મોટરસાઈકલ પર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામે કામોળ ફળિયામાં રહેતાં સમસુભાઈ મનાભાઈ કામોળને મોટરસાઈકલની પાછળ બેસાડી પોતાના કબજાની મોટરસાઈકલ ઝાલોદ તાલુકાના સિંચાઈ ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરથી બંન્ને જણા ફંગોળાતાં જેને પગલે મોટરસાઈકલની પાછળ બેઠેલ સમસુભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

 

સુડીયા ગામે કામોળ ફળિયામાં રહેતાં દલાભાઈ મનાભાઈ કામોળે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!