સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના લીમડી માં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડાથી ના દ્રશ્યો સર્જાયા:30 હજાર ઉપરાંતની માલમતા સાથે 13 જુગારીયાઓ ઝડપાયા
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં પોલીસે શ્રાવણીયા જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૩૦.૮૫૦ સાથે મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ રૂા. ૧,૬૩,૮૫૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગતરોજ લીમડી નગરને મળેલ બાતમીના આધારે લીમડી ગામે પડાવ બજારમાં રહેતાં દિનેશભાઈ શતનભાઈ ભાભોરના રહેણાંક મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલ દિનેશભાઈ શતનભાઈ ભાભોર, કનુભાઈ ગબાભાઈ બુમાણા, હિમ્મતભાઈ સુરેશભાઈ ગોહિલ, મેહુલભાઈ રામાભાઈ મોરી, ચિરાગભાઈ કનુભાઈ બુમાણા, રૂત્વીકભાઈ મેરસીંગભાઈ કટારા, સંજયભાઈ જગવાભાઈ ડામોર, મહેશભાઈ ખીમાભાઈ ગુજરાતી, ગોપાલભાઈ જયંતિભાઈ સોલંકી, સંજયભાઈ કનુભાઈ સોલંકી, મેહુલભાઈ ખુશાલભાઈ કટારા અને તેમીન સાથે અન્ય બે જેટલા જુગારીઓ મળી કુલ ૧૩ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા ૩૦,૮૫૦ કબજે કરી ૧૦ મોબાઈલ ફોન અને ૦૧ એક્ટીવા ટું વ્હીલર વાહન મળી પોલીસે કુલ રૂા. ૧,૬૩,૮૫૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીમડી પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.