Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે ઓટો રિક્ષા પલટી ખાતાં એક મહિલા મોતને ભેટી..

August 13, 2022
        3840
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે ઓટો રિક્ષા પલટી ખાતાં એક મહિલા મોતને ભેટી..

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે ઓટો રિક્ષા પલટી ખાતાં એક મહિલા મોતને ભેટી..

 

દાહોદ તા.૧૩

 

દાહોદ તાલુકાના મોટીખરજ ગામે એક ઓટો રીક્ષાના ચાલકે પોતાના કબજાની રીક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રીક્ષા પલ્ટીલ ખવડાવી દેતાં એક મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૧૧મી ઓગષ્ટના રોજ રક્ષાબંધનના દિવસે મોટી ખરજ ગામે તળાવ ફળિયામાં રહેતાં વેસ્તીબેન રમસુભાઈ અમલીયાર પોતાના પીયરમાં નાની ખરજ ગામે જઈ રહ્યાં હતાં તે સમયે વેસ્તીબેન એક ઓટો રીક્ષામાં બેસી પિયરમાં જતી વેળાએ રીક્ષાના ચાલકે પોતાના કબજાની રીક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રીક્ષા પલ્ટી ખવડાવી દેતાં વેસ્તીબેન રીક્ષામાંથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને હાથે, પગે અને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન વેસ્તીબેનનું મોત નીપજતાં આ સંબંધે મૃતક વેસ્તીબેનના પતિ રમસુભાઈ સુનીયાભાઈ અમલીયારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!