Saturday, 20/04/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બાઇક સ્લીપ ખાતા ચાલકનું મોત…

July 31, 2022
        599
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બાઇક સ્લીપ ખાતા ચાલકનું મોત…

સુમિત વણઝારા

 

 

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બાઇક સ્લીપ ખાતા ચાલકનું મોત…

 

 

દાહોદ તા.૩૧

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલના ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૨૯મી જુલાઈના રોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં દીપનગર સોસાયટીમાં રહેતાં વનરાજભાઈ રંગાભાઈ લુહારે પોતાના કબજાની મોટરસાઈકલ લઈ લીમડી બાયપાસ પાસેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને વનરાજભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન વનરાજભાઈનું મોત નીપજતાં આ સંબંધે લીમડી નગરમાં દીપનગર સોસાયટીમાં રહેતાં સિધ્ધરાજભાઈ રંગાભાઈ લુહારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!