Friday, 19/04/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડીનો નકલી નોટોનો મામલો: મુખ્ય આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવતી રાજસ્થાન પોલીસ

December 31, 2021
        1302
ઝાલોદ તાલુકાના લીમડીનો નકલી નોટોનો મામલો: મુખ્ય આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવતી રાજસ્થાન પોલીસ

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ

ઝાલોદ તાલુકાના આંબા ગામેથી નકલી નોટ ઝડપાયા મામલો 

મુખ્ય આરોપી મુકેશ ને લીમડી પોલીસે બે દિવસ અગાઉ ઝડપી પાડી રાજસ્થાનની અથ્રુણા પોલીસ ને સોપયૉ હતો 

રાજસ્થાન પોલીસે મુકેશને કોર્ટમાં રજુ કરતા 5 દિવસની મેળવ્યા હતા રિમાન્ડ

રિમાન્ડ દરમ્યાન પુછપરછ કરતા આવી ચોકવનારી વિગતો 

મુકેશના ત્યાથી ઝડપાયેલ પ્રિન્ટર અને કાગળ ઉપર 1 કરોડ થઈ વધુ ની નકલી નોટો પ્રિન્ટ કરવાના હોવાનુ આવ્યુ સામે આવ્યું 

નકલી નોટોમાં વધુ આરોપીઓના નામો બહાર આવવાની શક્યતા

દાહોદ તા.૩૧

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામેથી રાજસ્થાન પોલીસ તેમજ લીમડી પોલીસે આંબા ગામે રહેતા એક વ્યક્તિના ઘરે છાપો મારી નકલી નોટો તેમજ પ્રિન્ટર મશીન સહિત કુલ રૂપિયા ૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં આરોપીને રાજસ્થાન પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો જેમાં રાજસ્થાન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયાનું જાણવા મળે છે.

એક સપ્તાહ પહેલા ગુજરાતને અડીને આવેલ રાજસ્થાન બોર્ડરના અથણીયા પોલીસ મથકની હદમાં આવેલ એક હોટલમાં પરમેશ્વર પાટીદાર હોટલમાં જમવા ગયેલ અને જમ્યા પછી હોટલ માલિકને બીલ પેટે ૪૦૦ રૂપીયા આપ્યાં હતાં જે હોટલ માલિકને નોટો જાેતા આરોપીને માલુમ ન પડે તે રીતે અથણીયા પોલીસને જાણ કરતા પોલીસએ નોટ આપનાર પરમેશ્વરને નાકા બંદી કરી ઝડપી પાડેલ હતો ત્યાર બાદ વધુ પુછપરછ કરતાં આ નોટો ગુજરાતના દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામના ઇસમ પાસેથી લાવ્યાં હોવાનું બહાર આવતાં રાજસ્થાન પોલીસએ દાહોદ જીલ્લાના લીમડી પોલીસને સંપર્ક કરતાં લીમડી પોલીસએ ગુન્હાની ગંભીરતા દાખવી હતી અને સત્વરે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રીતે આંબા ગામે ધુણસીયા ફળીયામાં રેહતા વિક્રમ મુનીયાના ઘરે છાપો મારતા પોલીસને તેના ઘરેથી પ્રિન્ટર નં ૧ પ્રિન્ટરના કારટીસ ૧૦ થી વધુ ૬ લાખથી વધુની ૨૦૦૦, ૫૦૦, ૨૦૦, ૧૦૦ ની નકલી નોટો તેમજ નોટ સાઇઝ નામ કટીક કરેલ પેપર એક બોક્સ મળી આવતા એક સમય માટે પોલીસ પણ ચોકી ઊઠી હતી. બાદ ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક આરોપી મુકેશભાઈ ગુલસીંગભાઈ મુનીયા (રહે. આંબાલ, ગુણેશીયા ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ)ને ૨૭મી ડિસેમ્બરના રોજ ઝડપી પાડી રાજસ્થાન પોલીસને આરોપીને સુપ્રત કર્યાેં હતો. આરોપી મુકેશને રાજસ્થાન પોલીસે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે તેના ૦૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં.

———————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!