Tuesday, 03/12/2024
Dark Mode

ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગની સુખસર પંથકમાં મનસ્વી કામગીરીથી ભ્રષ્ટાચાર આચરાતો હોવાની આશંકા..

April 28, 2023
        944
ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગની સુખસર પંથકમાં મનસ્વી કામગીરીથી ભ્રષ્ટાચાર આચરાતો હોવાની આશંકા..

બાબુ સોલંકી :- સુખસર

ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગની સુખસર પંથકમાં મનસ્વી કામગીરીથી ભ્રષ્ટાચાર આચરાતો હોવાની આશંકા..

સુખસરમાં એક કિ.મી અંતર ના માર્ગની આર.સી.સી કામગીરી માર્ગની સેફ્ટી વિના અને આડેધડ કરાતી હોવાની ચર્ચા.

સુખસર,તા.28

ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગની સુખસર પંથકમાં મનસ્વી કામગીરીથી ભ્રષ્ટાચાર આચરાતો હોવાની આશંકા..

 રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે તથા રાજ્ય હાઇવે માર્ગોની મરામત તથા પહોળાઈની કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે.તેમ છતાં કેટલીક જગ્યાઓ ઉપર હાઇવે માર્ગોની કામગીરીમાં જવાબદાર તંત્ર સહિત કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી મનસ્વી કામગીરી કરવામાં આવતી હોવાનું જોવા અને જાણવા મળે છે.અને આવા માર્ગોની આવરદા થોડા વર્ષો ની હોય છે.અને જ્યારે પ્રજાની બૂમો ઊઠે છે ત્યારે તેના રીપેરીંગ માટે પણ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે. વારંવાર આવા રસ્તાઓ માટે કરવામાં આવતા ખર્ચની વસુલાત માટે વિવિધ પ્રકારે પ્રજા ઉપર ભારણ નાખવામાં આવતું હોય છે.તેવી જ રીતે હાલમાં ઝાલોદ થી સુખસર થઈ સંતરામપુર જતા સ્ટેટ હાઇવે માર્ગ ઉપર થઈ રહેલી કામગીરીથી પ્રજાને ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે.

 પ્રાપ્ત જાણકારી મુજબ ઝાલોદ થી સુખસર થઈ સંતરામપુર તરફ જતા હાઇવે માર્ગની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે.તેમાં રસ્તાની પહોળાઈ સાથે નાળા,પુલ ની કામગીરી પણ કરવામાં આવી રહી છે.જેમાં જોઈએ તો રસ્તાની પહોળાઈ માટે રસ્તાની સાઈડમાંથી માટી કાઢી ઊંડી ગટરોનું ખોદકામ કરી પહોળાઈ કરવામાં આવી છે.ત્યારે આ માર્ગ ઉપર અકસ્માતે અકસ્માત સર્જાય અને કોઈ નાનું-મોટું પેસેન્જર વાહન રસ્તાની સાઈડમાં આવેલ ગટરમાં ખાબકે તો મોટી જાનહાનિનો ભય પણ ઉભો થવા પામેલ છે.

બીજી બાજુ જોઈએ તો હાલ સુખસરમાં આશરે એકાદ કિલોમીટર જેટલા રસ્તા ની કામગીરી આરસીસી કરવામાં આવી રહી છે.તેમાં રસ્તાની સાઈડોમાં થોડું ખોદકામ કરી નદીના કાંકરા પાથરવામાં આવ્યા છે.અને તેના ઉપર લોખંડની જાળી કે અન્ય કોઈપણ પ્રકારની સેફટી કર્યા વગર સીધો આ રસ્તો આર.સી.સી કરવામાં આવી રહ્યો છે.ત્યારે આ માર્ગની મજબૂતાઈ કેટલી?તેવી પ્રજામાં ચર્ચાઓ ઊઠવા પામેલ છે.બીજી બાજુ જોઈએ તો સુખસર બસ સ્ટેશનથી લઈ આસપુર ચોકડી સુધીના માર્ગ ઉપર વર્ષોથી વરસાદી પાણીનો ભરાવો થતા આસપાસમાં વસવાટ કરતા સ્થાનિકોના મકાનોમાં પાણી ઘૂસી જતા હતા.જેની લાંબા સમયથી બૂમો ઉઠતા આ રસ્તાની કામગીરી પહેલા ગટર લાઈન બનાવવામાં આવેલ છે.જ્યારે હાલ આ રસ્તાની થતી કામગીરી જોઈએ તો ગટર લાઈન થી રસ્તાની ઊંચાઈ વધારે છે.જેના લીધે પાણીનો ભરાવો થાય અને સેફ્ટી વિના બનાવેલો રોડ તો તૂટશેજ સાથે-સાથે ગટર લાઈન માં પાણીનો નિકાલ નહીં થતાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકોને અગાઉ જે પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ કાયમી રહેવાની ચર્ચાઓ પણ સ્થાનિકોમાં ચર્ચાઇ રહી છે.

 ઉપરોક્ત બાબતે લાગતા-વળગતા વહીવટી તંત્રો દ્વારા ધ્યાન આપવામાં આવે અને આરસીસી રસ્તાની ટકાઉ કામગીરી કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!