દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદમાં વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ડોક્ટર હેડગેવાર સેવા સમિતિના સહયોગથી વસંત પંચમી નિમિત્તે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે જરૂરિયાત મંદોને કીટ વિતરણ કરાઈ…
ઝાલોદ તા.05
ઝાલોદ શહેરમાં આવેલ વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ડોક્ટર હેડગેવાર સેવા સમિતિના સહયોગથી વસંત પંચમી નિમિત્તે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ઝાલોદ ખાતે જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
ઝાલોદ શહેરમાં આવેલ વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ ના સહયોગથી વસંત પંચમી નિમિત્તે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ઝાલોદ ખાતે જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ખાંડ,ચોખા,તેલ, હેન્ડવોશ, ફિનાઈલ, બ્રશ, ખજૂર , તલ , ખોપરું વિગેરેની કીટ બનાવીને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હતી આ પ્રોગ્રામ બ્રહ્માકુમારીઝ સેન્ટર ઝાલોદ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં બ્રહ્માકુમારી શહેરાના રતન દીદી દ્વારા સુંદર પ્રવચનો આપવામાં આવ્યાં હતાં સાથે વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ ના સહયોગથી વસંત પંચમી નિમિત્તે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ઝાલોદ ખાતે જરૂરિયાતમંદ 210 થી વધુ પરિવારોને કીટો નું વિતરણ કરવામાં આવ્યું જેમાં વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ ભંડારી અને અલ્પેશભાઈ ભંડારી એ બધાને સંબોધન કર્યું હતું અને બધાનું સ્વાગત પણ કર્યું હતું ત્યારે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી બ્રહ્માકુમારી દ્વારા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આવાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે તે ખૂબ જ આવકાર્ય છે