બાબુ સોલંકી :- સુખસર
ઝાલોદ સંતરામપુર હાઇવે માર્ગ ઉપર તુફાન જીપ-મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં આફવાના 27 વર્ષિય યુવાને ગંભીર ઇજા.
આફવાનો યુવાન મોટર સાયકલ લઈ સંતરામપુર દવાખાનામાં સારવાર લઈ રહેલી માતાને ટિફિન આપવા જતા સમયે તુફાન જીપના ચાલકે અડફેટમાં લઈ અકસ્માત કરતા વડોદરા ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ ખસેડાયો.
સુખસર,તા.3
ફતેપુરા તાલુકાના આફવા ગામનો યુવાન સંતરામપુર દવાખાનામાં સારવાર લઈ રહેલી પોતાની માતાને ટિફિન આપવા જતા સમયે ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર બટકવાડા ચોકડી પાસે તુફાન જીપના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને બેફામ રીતેહંકારી લાવી મોટરસાયકલને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા આફવાના યુવાને માથામાં શરીરે તથા હાથે,પગે ગંભીર ઇજાઓ પહોંચડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સંતરામપુર સરકારી દવાખાનામાં લઈ ગયા બાદ પ્રાથમિક સારવાર પછી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.ગંભીર ઇજાગ્રસ્ત દીવાન હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામના આફવા મુવાડી ફળિયામાં રહેતા સુરેશભાઈ રામાભાઇ વળવાઇ ઉંમર વર્ષ આશરે ૨૭ નાઓ સોમવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં સંતરામપુર ખાતે ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહેલા માતાને ટિફિન આપવા માટે સુખસરથી પસાર થતાં સંતરામપુર સંતરામપુર હાઇવે માર્ગ ઉપર જઈ રહ્યા હતા.તેવા સમયે ગોઠીબ પાસે આવેલ બટકવાડા ચોકડી પાસે જતા તુફાન જીપ નંબર જીજે-06 એફકે-7319 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી સુરેશભાઈ વળવાઈના કબજાની મોટરસાયકલ નંબર જીજે-20.એકે-8378 ને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા સુરેશભાઈ વળવાઈ જોશભેર રસ્તા ઉપર પટકાયા હતા. અકસ્માત બાદ તુફાન જીપ નો ચાલક પોતાની ગાડીને સ્થળ ઉપર છોડી ભાગી છૂટવા પામેલ હોવાનું જાણવા મળે જ્યારે અકસ્માતનો ભોગ બનેલા યુવાનને માથામાં,શરીરે તથા હાથે,પગે ગંભીર જાઓ પહોંચવા પામી હતી.જ્યારે આસપાસમાંથી લોકોએ દોડી આવી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક સંતરામપુર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઈજાગ્રસ્ત સુરેશભાઈ વળવાઈને વધુ સારવાર માટે વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.