
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ નગરપાલિકાના પ્રમુખના હસ્તે નવીન હાઈ પ્રેસર અલ્ટ્રા મીની ફાયર બ્રિગેડને કંકુ ચોખાથી વધામણા..
ઝાલોદ તા.14
ઝાલોદ નગરપાલિકા ને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા આજરોજ ઝાલોદ નગરપાલિકા ને હાઈ પ્રેસર અલ્ટ્રા મીની ફાયર બ્રિગેડ ફાળવણી કરવામાં આવતા શહેરના લોકો માં આનંદની લાગણી ફેલાઇ હતી
ત્યારે ઝાલોદ શહેર નાં મુખ્ય રસ્તા તથા નાના મોટા ગલીયારા આવેલા છે ત્યારે શહેરમાં મુખ્ય માર્ગો ઉપર દુકાનો શોપિંગ સેન્ટરો હોય જેના કારણે માર્ગ સાંકડા હોવાથી દુકાનો અને મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ ને સરળતાથી કાબુમાં મેલવા માટે તથા આમ લોકોનું અગ્નિ કાંતિ વધુ નુકસાન અટકાવવા માટે આ ફાયર બ્રિગેડ ઉપયોગી થશે જેથી આમ લોકો માં આનંદની લાગણી ફેલાઇ છે ફાયર નું ઝાલોદ શહેરમાં આગમન થતાં તેનાં સ્વાગત માટે ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન હરેશભાઈ ડીડોડ તથા ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલરો તમામ ઉપસ્થિત રહ્યા હતા.