
ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે ચોરા ફળીયામાં
પરણીત મહિલા ભગાડી જવાના મામલે થયેલ મારામારીમા એક મહિલા સહીત ત્રણને ગંભીર ઈજાઓ
દાહોદ, તા.ર૩
પરણીત મહિલા ભગાડી જવાના મામલે પુછવા જતા ઝાલોદ તાલુકાના ફુલપરા ગામે ચોરા ફળીયામાં થયેલ મારામારીમા એક મહિલા સહિત ત્રણ જણાને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફુલપુરા ગામના ચોરા ફળીયામાં રહેતા રામુભાઈ કાળીયાભાઈ ડામોર તેના ફળીયાના સોમલાભાઈ લાલસીંગભાઈ ડામોરના ભાઈની વહુને ભગાડી લઈ જવા બાબતે લાલસીંગભાઈ ભુરકાભાઈ ડામોર તેમજ તેમની પત્ની તેજલીબેન લાલસીંગભાઈ પુછપરછ કરવા ગયા હતા. કાળીયાભાઈ સડીયાભાઈ ડામોરે લાલસીંગભાઈને કહેલ કે તમારી વહુનું તમો જાણો, અહીંયા શુ પુછવા આવ્યા છો તેમ કહી બેફામ બિભત્સ ગાળો બોલી લાલસીંગભાઈને જમણા હાથે લાકડી મારી હાથ ભાંગી નાખી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ હીમાભાઈ ઉર્ફે હીમ્મતભાઈ કાળીયાભાઈ ડામોરે લાલસીંગભાઈને ડાબા પગે લાકડી મારી પગ ભાંગી નાખ્યો હતો જેથી લાલસીંગભાઈએ બુમાબુમ કરી મુકતા લાલસીંગભાઈની બુમાબુમ સાંભળી વીરસીંગભાઈ તથા વકલીબેન ઉર્ફે લીલાબેન દોડી આવ્યા હતા અને બચાવવા વચ્ચે પડતા વીરસીંગભાઈને ડાબા હાથ પર લાકડી મારી તેમજ વકલીબેનને ડાબા હાથ પર લાકડી મારી ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે ફુલપુરા ગામના ચોરા ફળીયામાં રહેતા સોમલાભાઈ લાલસીંગભાઈ ડામોરે તેના જ ગામના કાળીયા સડીયા ડામોર, હિમા ઉર્ફે હિમ્મત કાળીયા ડામોર તથા ભોપત ઉર્ફે સમેશ બચુ ડામોર વિરૂધ્ધ ચાકલીયા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
————