Thursday, 28/03/2024
Dark Mode

ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત શાળાઓના વિધાર્થીઓ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું..

February 26, 2022
        1616
ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત શાળાઓના વિધાર્થીઓ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું..

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

દાહોદ તા.26

દાહોદ જિલ્લાના ઝાલોદ નાં ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત શાળાઓ શ્રી બી એમ હાઇસ્કુલ ઝાલોદ અને શ્રીમતી પી વી પટેલ ગર્લ્સ હાઇસ્કુલ ઝાલોદ દ્વારા જીલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ને રાજ્ય કક્ષાએ સ્થાન મળતા કેળવણી મંડળ નાં પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓ ને શુભકામનાઓ પાઠવી હતી

 ઝાલોદ કેળવણી મંડળ ઝાલોદ સંચાલિત શ્રી બી એમ હાઇસ્કુલ ઝાલોદ અને શ્રીમતી પી વી પટેલ ગર્લ્સ હાઈસ્કુલ ઝાલોદ એ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જેમાં શ્રી બી એમ હાઇસ્કુલ ઝાલોદ વિભાગ-1 ઈકો ફ્રેન્ડલી માં પ્લાસ્ટિકને ઈકો ફ્રેન્ડલી બનાવવા અંગેનો પ્રોજેક્ટ રજૂ કરી અને શ્રીમતી પી વી પટેલ ગર્લ્સ હાઇસ્કુલ ઝાલોદ વિભાગ-3 ના સોફ્ટવેર અને એપ્સ માં શિક્ષણ ને સરળ અને રસપ્રદ બનાવતી કાર્ટુન શોર્ટ ફિલ્મ નો પ્રોજેક્ટ રજૂ કરેલ જેમાં જીલ્લા કક્ષાએ બંને શાળાઓ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં સ્થાન મેળવેલ છે જેમાં વિજેતા કુતિના માર્ગદર્શક શિક્ષક શ્રી બી એમ હાઇસ્કુલ ઝાલોદ નાં શિક્ષક શ્રી પ્રિતેશ કે પટેલ અને વિધાથીર્ઓ નીઓ બોડાણા અર્ચના, ગરાસીયા વંદના જ્યારે શ્રીમતી પી વી પટેલ ગર્લ્સ હાઈસ્કુલ ના શિક્ષક શ્રીમતી યુક્તિ બેન એમ પંચાલ અને વિદ્યાર્થીઓની ઓ શર્મા કિતિકા , સીતા મરહબાબાનુ ને શાળાનાં આચાર્ય શ્રી મિતુલ ભાઈ એમ પટેલ અને શ્રીમતી નિશાબેન આર પટેલ તથા ઝાલોદ કેળવણી મંડળ તથા શાળા પરિવાર તરફથી શિક્ષકો ને અને વિધાથીર્ઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!