Thursday, 25/04/2024
Dark Mode

સંજેલી તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ..

October 9, 2021
        1502
સંજેલી તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ..

કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

સંજેલી તાલુકા પંચાયત ખાતે શુક્રવારના રોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો વન્યપ્રાણી ઉત્સવ કાર્યક્રમ મામલતદાર પી આઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી સુરેશ ગાંવિત રાઉન્ડ ફોરેસ્ટર રાકેશ વણકર તાલુકા પ્રાથમિક અધિકારી અતુલ ભાભોર માજી તાલુકા પ્રમુખ માનસિંહ ભાભોર અને પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખ સુરતાનભાઇ કટારા તેમજ મામલતદાર અને તાલુકા પંચાયતની તેમજ વન ફોરેસ્ટ અને વનવિભાગની મંડળીઓની ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં સંજેલી રેન્જમાં ૬૨૨૫ હેકટર વિસ્તાર આવેલો છે જેમાં ૪૬ ગામો ફોરેસ્ટ વિભાગ અને ૨૫ નોન ફોરેસ્ટ વિભાગ ધરાવતા ગામો છે જંગલોમાં ફળ ફૂલ જેવી અનેક પેદાશો મળી રહે છે.તેમજ વન્ય પ્રાણી આ જંગલોમાં જાનવરો દીપડા ઝરક નીલગાય વાંદરા જંગલી જાનવરો પણ જોવા મળે છે થોડા વર્ષો અગાઉ સંજેલી ના નેનકી જંગલમાં વાઘ પણ જોવા મળ્યો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ સારો થાય છે જેનાથી તળાવો કુવા પાણીના સ્તર ઊંચા આવે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે ઉનાળા ઋતુ દરમિયાન કેટલાક ગામ લોકો ડવ લગાવી ડુંગરો ડામવાની પ્રથા છે તે બંધ કરવા રાઉન્ડ ફોરેસ્ટરે ભલામણ કરી હતી વન્યપ્રાણી થી ગામ લોકોને નુકસાન થાય કે ગાય ભેસ કે બળદ ને વન્ય પ્રાણી દ્વારા મારણ કરવામાં આવે તો ૩૦ હજાર અને માનવીઓ પર હુમલો થાય તો બે લાખ અને મૃત્યુ થાય તો ચાર લાખ સુધીની સહાય ચૂકવવામાં આવે છે આપણા જિલ્લામા ૫૦ વર્ષ પહેલા વાઘ, હાથી જોવા મળતા હતા પરંતુ આપણા જંગલો માં આસપાસના લોકો દ્વારા પગપેસારો કરવા થી લુપ્ત થઇ ગયા છે તેમજ વન વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ વૃક્ષા રોપણ કરવા માટે વિતરણ પણ કરવામાં આવે છે જેથી જંગલોમાં તેમજ આસપાસના પોતાના ખેડુતો પોતાના ખેતરમાં વૃક્ષો વાવી તેનું જતન કરી અને વૃક્ષ વાવો વરસાદ લાવોના સુત્ર સાકાર કરે તેવી તાલુકાના અધિકારી તેમજ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!