Friday, 11/07/2025
Dark Mode

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઝાલોદ તાલુકાના રસ્તાના કામ માટે રૂ. ૧૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા

August 18, 2021
        810
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઝાલોદ તાલુકાના રસ્તાના કામ માટે રૂ. ૧૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા

જીગ્નેશ બારીયા/ રાજેશ વસાવે  :- દાહોદ 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઝાલોદ તાલુકાના રસ્તાના કામ માટે રૂ. ૧૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા

ઝાલોદ તાલુકાના અંતરિયાળ ગામોમાં પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ બનશે

દાહોદ, તા. ૧૮ :

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઝાલોદ તાલુકાના રસ્તાના કામ માટે રૂ. ૧૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી અહીંના અતરિયાળ સહિતનાં ગામોમાં કાચા રસ્તાને સ્થાને પાકા ડામરનાં રોડની સુવિધા ઉપલબ્ધ થશે. 

 ઝાલોદ તાલુકાનાં જે વિસ્તારોમાં રસ્તાનાં કામ માટે રૂ. ૧૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં ગુલતોરા સાગડા ફળીયા ડામર રોડથી ઓખા તળાવ પાળ ઉપર થઇ મસુલભાઇ રસુભાઇ ચારેલનાં ઘર સુધીનો રોડ, છાયણ ગામે બુરવાળ મુખ્ય ડામર રોડથી બુરવાળ પિપળા ફળીયા થઇ મુખ્ય પ્રાથમિક શાળાને જોડતો રોડ, જાફરપુરા ગામે જાફરપુરા મુખ્ય રસ્તાથી માલસર ચિત્રોડીયા થઇ માજી સરપંચ વિછિયાભાઇના ઘર સુધીનો રસ્તો, કાળીગામ ગુર્જર ગામે મુખ્ય રસ્તાથી શકનાળી ફળીયા થઇ કાચલા ફળિયા થઇ ડાંગી ફળીયાને જોડતો રોડ, ચિત્રોડીયા ગામે થેરકા ચિત્રોડીયાના મુખ્ય નહેર બચુ રંગા કટારાના ઘર થઇને ગાયત્રી મંદીર ચિત્રોડીયાને જોડતા રસ્તાનું કામ, સારમારીયા ગામે મુખ્ય રસ્તાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થઇ પ્રાથમિક શાળાને જોડતો રોડ, ગરાડું ગામે કલાલ શોપ ડામર રસ્તાથી ઘાવડીયા ભુરીઘાટી મેલડી માતા મંદિર સુધીનો રોડ, માંડલીખુંટા ગામે ટીટોડી નદીનાં બ્રિજથી સ્મશાન થઇને ગામડી મુખ્ય રોડને જોડતા રસ્તાનું કામ, સુથારવાસા ગામે મુખ્ય રસ્તાથી મેડા ફલીયા થઇ જુની નિશાળને જોડતા રસ્તાનું કામ, બંબેલા ગામે લાછુણ ફળીયાથી ભોરેજ નદીના સ્મશાન સુધીના રસ્તાનું કામ, સુથારવાસા માલપુર ફળિયાથી ઝેર-જીતગઢને જોડતો રોડ, રૂપાખેડા ગામે મુખ્ય રસ્તાથી હરીઓમ બ્રીકસ થઇ ડામોર ફળીયાને જોડતો રોડ, પેથાપુર ગામે મુખ્ય રસ્તાથી પણદા ફળીયાને જોડતો રોડ, લીમડી સથારવાસા મુખ્ય રસ્તાથી બિલવાણી માસ્તર ફળીયા રોડનો સમાવેશ થાય છે. જયારે થ્રુ રૂટ અ.જી.મા અને ગ્રા.મા. ને પહોળા કરવાની કામગીરી અંતર્ગત મુનખોસલા ચિત્રોડીયા માળાસર રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!